News of Wednesday, 8th July 2026
થર થરી જાય તે રીતે આતંકને ધ્રુજાવો...
બ્લાસ્ટ કેસમાં ૩૮ને ફાંસીઃ રાક્ષસી માનસિકતા ધરાવનારા ભયભીત થઇ જાય તે રીતે સજાનો અમલ થવો જોઇએઃ કેસ ઝડપી ચાલવો જરૂરી...
અમદાવાદમાં ૧૮ વર્ષ પહેલાં થયેલા સિરિયલ બ્લાસ્ટે સમગ્ર માનવતાને હચમચાવી દીધી હતી. સેંકડો નિર્દોષ લોકોના ફૂરચા ઉડાવનારા આ નરાધમો કોઈ પણ દયાને પાત્ર નથી. કોર્ટ દ્વારા ૩૮ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખવાનો નિર્ણય થયો છે. જો કે હજુ આ કેસ આગળની કોર્ટમાં ચાલશે. ફાંસી થાય તો પણ સવાલ એ છે કે શું માત્ર બંધ રૂમમાં અપાતી સજા આતંકના આ રાક્ષસી વાયરસને ખતમ કરવા પૂરતી છે? જવાબ છે ના.
રાક્ષસી માનસિક્તા ધરાવતા તત્વોના મનમાં કાયદાનો સાચો ભય પેદા કરવો અનિવાર્ય છે. આવા ક્રૂર ગુનેગારોને દાખલરૂપં ફાંસી આપવી જોઈએ. એટલું જ નહીં, સજા બાદ પણ તેમના મળતદેહોને ત્રણ-ચાર દિવસ જાહેરમાં રાખવા જોઈએ. આ ભયાનક દ્રશ્ય જોઈને આતંકવાદી માનસિક્તા ધરાવતા અન્ય તત્વો પણ ધ્રુજી ઉઠવા જોઈએ. જ્યારે સમાજ આવી કડક સજાનો અમલ જોશે, ત્યારે જ ગુનાહિત પ્રવળત્તિઓ પર લગામ કસાશે.
આજે પણ અમુક માનવતાવાદીઓ આતંકીઓના માનવ અધિકારોની વાતો કરે છે. પરંતુ, જે શખ્સોએ નિર્દોષ બાળકો અને મહિલાઓના જીવ લીધા, તેમનામાં કોઈ માનવતા હોતી નથી. આપણા સનાતન શાસ્ત્રો પણ સ્પષ્ટ કહે છે કે અતિ ક્રૂરતાની સજા પણ અતિ ક્રૂર જ હોવી જોઈએ. જે જેવી ભાષા સમજે, તેને તે જ ભાષામાં જવાબ આપવો એ ન્યાયનો સાચો સિધ્ધાત છે.
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી તાજેતરમાં ઝડપાયેલા આતંકીઓ સાબિત કરે છે કે સ્લીપર સેલ હજુ પણ સક્રિય છે. દેશની અંદર બેઠેલા આ ગદ્દારોને રોકવા માટે તત્કાળ સજાની વ્યવસ્થા જરૂરી છે. ન્યાય પ્રક્રિયામાં ૧૮ વર્ષ જેટલો લાંબો સમય લાગે તે જરાય યોગ્ય નથી. વિલંબથી મળેલો ન્યાય ઘણીવાર અન્યાય સમાન બની જાય છે.
આતંકવાદ સામેની આ લડાઈ નરમ વલણથી જીતી શકાય તેમ નથી. ભય વિના પ્રીત હોતી નથી, અને ભય વિના ગુના અટકતા નથી. સરકાર અને ન્યાયતંત્રે હવે કાયદામાં કડક સુધારા કરવાની જરૂર છે. આ રાક્ષસોને એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ ભારત સામે આંખ ઉઠાવતા પહેલાં સો વાર વિચારે. આતંકને જડમૂળથી ઉખાડવા માટે આકરા અને સાર્વજનિક ન્યાયનો અમલ જ એકમાત્ર સચોટ ઉપાય છે.
ગુજરાતમાં હાલ ગુન્હાખોરી પર સરકારની પક્કડ ઢીલી પડી હોવાનું અનુભવાય છે. પરપ્રાંતીય અને વિધર્મી ગુન્હાની જાળમાં ગુજરાત ફસાઇ ગયું હોય તેમ લાગે છે. આ સ્થિતિ રાજ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. ભાંગફોડિયા તત્વોને યોગી સ્ટાઇલથી ખતમ કરવા જરૂરી છે. નશાકારક્તાથી માંડીને વિદેશી ઘુસણખોરી અને આતંકી વિચાર ધ્રુજી જાય તેવી શાસન વ્યવસ્થા અનિવાર્ય બની છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
