હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનમનો હઠ યોગઃ સિધ્ધિ-પ્રસિધ્ધિ
લદાખનું આદર્શ વ્યકિતત્વ હઠે ભરાયું: દિશાહીન કોકરોચ માટે મરણિયા ઉપવાસઃ મહાત્મા ગાંધી બનવાની લ્હાયમાં રાહુલ ગાંધી જેવા બની જશે!
વર્તમાન સમયમાં રાજકીય તખ્તા પર સોનમ વાંગચુક નામના માણસની ચર્ચા ચાલે છે. તેઓ દિલ્હીમાં સરકાર સામે ઉપવાસ પર બેઠા છે. એક આદર્શ વ્યક્તિત્વ ઉંધા રવાડે ચઢયું હોય તેમ લાગે છે.
લદાખની સરહદેથી પર્યાવરણ અને શિક્ષણ સુધારાની નવી રાહ ચીંધનાર સોનમ વાંગચુક એક આદર્શ અને સન્માનનીય વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે.‘સેકમોલ'સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી, માતળભાષામાં શિક્ષણની હિમાયત કરવી અને પાણીની તંગી નિવારવા ‘આઈસ સ્તૂપ' જેવા વૈજ્ઞાનિક પ્રયોગો કરવા- આ બધી તેમની મોટી સિદ્ધિઓ છે. આ જ જનહિતના કાર્યો અને પર્યાવરણીય લડત માટે તેમને એશિયાનો પ્રતિષ્ઠિત ‘રેમન મેગ્સેસે એવોર્ડ' પણ મળેલો છે. તેઓ લદાખની જનતા અને દેશના યુવાનો માટે એક સાચા પ્રરણારૂપ રોલ મોડેલ રહ્યા છે.
હાલમાં દેશમાં પેપર ફૂટવાના મુદ્દે કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી લડતને ટેકો આપીને સોનમ વાંગચુકે ઉપવાસ શરૂ કર્યા છે. આ લડતના સમર્થનમાં સોનમના ઉપવાસનો આજે ૧૯મો દિવસ થઈ ગયો છે.
મુશ્કેલી એ છે કે આ કોકરોચ ટોળાં સંપૂર્ણપણે દિશાહીન છે. તેમની પાસે શિક્ષણ વ્યવસ્થામાં કોઈ નક્કર કે લાંબાગાળાના સુધારા કરવાની કોઈ ચોક્કસ ડિઝાઈન કે બ્લુપ્રિન્ટ નથી. તેમની પાસે કોઈ વ્યવસ્થિત સંગઠન કે મજબૂત રણનીતિનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે.
આ આખી લડતનો એકમાત્ર મુખ્ય એજન્ડા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવવાનો જ દેખાઈ રહ્યો છે. જાણે પ્રધાન રાજીનામું આપે એટલે શિક્ષણના તમામ પ્રશ્નો આપોઆપ ઉકલી જવાના હોય તેમ લડત આટોપી લેવાની માનસિકતા છે.
આવા દિશાહીન અને ધ્યેયવિહોણા ટોળા માટે સોનમ વાંગચુકે આ રીતે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને મરણિયા ઉપવાસ આદર્યા છે તે ખરેખર આヘર્યજનક છે.
સોનમનો હઠયોગ નવા મહાત્મા ગાંધી કે અન્ના હજારે બનવા જેવો એક આંધળો પ્રયાસ માત્ર પ્રતીત થાય છે. પૂર્વતૈયારી વગરના આવા આંદોલનોથી ભય એ રહે છે કે વ્યક્તિ મહાત્મા ગાંધી બનવાની લ્હાયમાં કયાંક રાહુલ ગાંધીજી જેવી ગંભીરતા વગરની રાજકીય સ્થિતિમાં ન મુકાઈ જાય.
સોનમ વાંગચુકનો આ હઠયોગ કદાચ તેમને મીડિયામાં ક્ષણિક પ્રસિધ્ધિ અપાવી શકે છે, પરંતુ તેની વાસ્તવિક સિધ્ધિ તો આ દિશાહીન કોકરોચ ટોળાના ફાળે જ જઈ રહી છે. આખી લડત અત્યારે ખૂબ જ વિચિત્ર વળાંક પર છે. સોનમ ખોટી દિશામાં હઠ પકડીને બેસી ગયા હોય તેમ સ્પષ્ટ લાગે છે. હવે જ્યારે આખો મુદ્દા ે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે, ત્યારે આગામી દિવસોમાં આ લડત કઈ નવી દિશામાં ફંટાય છે તે જોવું ખરેખર રસપ્રદ અને નિર્ણાયક બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
