<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગજબઃ કાનુડાનું ધર્માંતરણ!

સનાતનીઓના ધર્માંતરણથી ધરો ન થયો, હવે કૃષ્‍ણને નમાજ પઢતા દર્શાવી દીધાઃ વિવાદ ધર્મનો, પરિણામ મળે રાજનીતિને.. આ સિસ્‍ટમ્‍સ બદલવી જરૂરીઃ શ્રી કૃષ્‍ણ પૂર્ણ ઉર્જાઃ કોઇના નિવેદનથી તેની આભા ઓછી ન થાય...

 

 ઉત્તર પ્રદેશના મૌલાના જારજીસે અતિ વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું છે. તેમણે ભગવાન શ્રી કળષ્‍ણને પાંચ વખત નમાજ પઢતા દર્શાવ્‍યા છે. ગીતાજીના પવિત્ર શ્‍લોકોનું મનઘડંત અને વિકળત અર્થઘટન કરાયું છે. આ નિવેદન કરોડો હિન્‍દુઓની આસ્‍થા પર સીધો પ્રહાર છે.

ભારતમાં ધર્મને સસ્‍તા વિવાદોનો અખાડો બનાવી દેવાયો છે. અત્‍યાર સુધી માત્ર  સનાતનીઓનું ધર્મ પરિવર્તન થતું હતું. હવે તો ખુદ બ્રહ્માંડના નાથને ઇસ્‍લામિક સાંચામાં ઢાળવાનો પ્રયાસ થયો છે. સનાતનની સહનશીલતાની આ ચરમસીમા છે.

આવા નિવેદનો આવતાં જ ટીવી ચેનલો પર તમાશો શરૂ થઈ જાય છે. સનાતનના હીરા બની બેઠેલા વક્‍તાઓ ટીવી સ્‍ક્રીન પર દોડી જાય છે. તેઓ ચર્ચાના બહાને માત્ર ખુદનું બ્રાન્‍ડિંગ કરે છે. આવા સ્‍વાર્થી લોકો સનાતન ધર્મ માટે કલંક સમાન છે. આ કોઈ સામાન્‍ય ચર્ચાનો વિષય નથી. ધાર્મિક લાગણીઓ દુભાવનારા સામે કાયદો અત્‍યંત કડક હોવો જોઈએ. આવા તત્‍વો ક્ષણભરમાં સીધા જેલના સળિયા પાછળ હોવા જોઈએ.

 દુર્ભાગ્‍યે આવા દરેક વિવાદો પાછળ ગંદી રાજનીતિ સક્રિય હોય છે. આ ચક્રવ્‍યૂહમાં પવિત્ર ધર્મ નિર્દયતાથી પીસાય છે. તેનો બધો જ ફાયદો પડદા પાછળના રાજકીય પક્ષો મેળવે છે. દરેક ઘટનામાં માત્ર વોટબેંક અને સત્તાની ગણતરીઓ માંડવામાં આવે છે. સનાતનીઓએ હવે આ સડેલી સિસ્‍ટમ્‍સને જડમૂળથી ઉખેડવી પડશે. આપણે અન્‍યની ટીકા કરવાને બદલે સ્‍વયં વધુ જાગળત થવું પડશે.

પૂર્ણ પુરૂષોત્તમ શ્રી કળષ્‍ણ કોઈ મૌલાનાના નિવેદનના મોહતાજ નથી. કોઈની સસ્‍તી જીભથી તેમની દિવ્‍ય છબી ખરડાઈ ન શકે. પાંચ હજાર વર્ષમાં અનેક અસુરોએ કળષ્‍ણ પર કાદવ ઉછાળ્‍યો છે. આજે કળષ્‍ણનું અસ્‍તિત્‍વ બ્રહ્માંડમાં અડીખમ છે. કાદવ ઉછાળનારા રાક્ષસોનું અસ્‍તિત્‍વ ધૂળમાં મળી ગયું છે. કળષ્‍ણ એ અખંડ, અજેય, સર્વોચ્‍ચ અને પૂર્ણ ઊર્જા છે. સનાતનીઓએ હવે વિવાદોથી વિચલિત થવાની જરૂર નથી. આપણે કળષ્‍ણ જેવા જ તેજસ્‍વી, જ્ઞાની અને સશક્‍ત  બનવાનું છે. ધર્મ વિરોધીઓનો સજ્જડ સામનો શબ્‍દોથી નહિ, તેજ અને ઓજથી કરવા જાગળત થવું જ પડશે.

ભગવાન શ્રી કળષ્‍ણ માટે મરવાની જરૂર નથી, જીવવાની જરૂર છે. ધર્મના છીછરા પાણીમાં છબછબિયાં કરવાને બદલે તેના જ્ઞાન -વિજ્ઞાન અને તેની ઉર્જાના ઉંડાણમાં જવું જરૂરી છે. ધર્મના હીરા બની બેઠેલા લેભાગુઓને હાંસિયામાં ધકેલવા પડશે. ખુદનું અને ધર્મના સ્‍વમાનનું અસ્‍તિત્‍વ જાળવવા માટે બહારને બદલે ખુદની અંદર લડવું પડશે.

(11:36 AM IST)