News of Monday, 20th July 2026
ચોમાસુ સત્રમાં વિવાદના પૂર
લોકસભાનું ચોમાસુ સત્ર દાન ચોરીથી માંડીને સોનમ વાંગચુકના વિવાદથી ઘેરાશેઃ રાજકીય તાકાતના પારખા થશેઃ વિપક્ષમાં નેતૃત્વ સંકટ
લોકસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાંની સાથે જ દેશનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. આ સત્ર માત્ર સરકારી કામકાજનું કેન્દ્ર નહીં, પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના ભીષણ વૈચારિક અને રાજકીય યુદ્ધનું મેદાન બનવા જઈ રહ્યું છે. એક તરફ વિપક્ષે સરકારની ઘેરાબંધી કરવા માટે આક્રમક રણનીતિ ઘડી છે, તો બીજી તરફ આંતરિક પક્ષપલટા અને વ્યૂહાત્મક ગોઠવણીથી મજબૂત બનેલી સરકાર પણ વિપક્ષને જોરદાર આંચકો આપવા માટે સંપૂર્ણ સજ્જ દેખાઈ રહી છે.
વિવાદના કેન્દ્રબિંદુ દાન ચોરી અને વાંગચુક બનશે. ગળહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષ પાસે સરકારને કઠેડામાં ઊભી રાખવા માટે બે ધારદાર હથિયારો છે. પ્રથમ, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા દાન ચોરીના આક્ષેપો, જે દેશની જનતાની આસ્થા સાથે સીધા જોડાયેલા છે. દ્વિતીય, લદ્દાખના અધિકારો અને પર્યાવરણ સુરક્ષા તથા શિક્ષણ શુદ્ધિકરણ માટે લડી રહેલા સોનમ વાંગચુકનો સંવેદનશીલ મુદ્દો. વિપક્ષ આ બંને વિષયો પર ગળહમાં ભારે હંગામો મચાવીને સરકારને રક્ષણાત્મક સ્થિતિમાં લાવવા પૂરો જોર લગાવશે તે નિヘતિ છે.
બીજી બાજુ મજબૂત સત્તાપક્ષ ઐતિહાસિક ખરડાની તૈયારી કરી રહ્યો છે. સરકારની સ્થિતિ અત્યારે ભારે મજબૂત અને નિર્ણાયક જણાય છે. વિપક્ષી છાવણીમાંથી વ્યૂહાત્મક રીતે સાંસદોને તોડીને સરકારે ગળહમાં પોતાનું સંખ્યાબળ અને મનોબળ બંને વધારી દીધા છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ મજબૂતાઈના જોરે સરકાર ચાલુ સત્રમાં જ કેટલાક એવા ક્રાંતિકારી અને કડક ખરડાઓ રજૂ કરી શકે છે જે દેશના સામાજિક તથા આર્થિક માળખામાં આમૂલ પરિવર્તન લાવશે. આ કાયદાઓ વિપક્ષ માટે ગળે ઉતારવા અશકય હશે, જેના પરિણામે સંસદમાં તીવ્ર ટકરાવની સ્થિતિ સર્જાશે.
વિપક્ષી એકતાનો ફિયાસ્કો થવાની પણ સંભાવના છે. વિપક્ષનું નેતળત્વનું સંકટ વધે તેવા સજોગો બની રહ્યા છે. સરકાર ભલે આક્રમક હોય, પણ વિપક્ષની સૌથી મોટી નબળાઈ તેની આંતરિક એકતાનો અભાવ છે. એક સમયે મજબૂત ગણાતા મમતા બેનર્જી જેવા પ્રાદેશિક પક્ષો તથા નેતાઓ હાલ રાજકીય દબાણ હેઠળ નબળા સાબિત થઈ રહ્યા છે. શરદ પવારનું જૂથ સત્તાધારી પક્ષની પડખે ઊભું હોવાથી વિપક્ષી ગઠબંધન પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું છે. હવે સંઘર્ષનો સમગ્ર દરોમદાર રાહુલ ગાંધીના ખભા પર છે.
મર્યાદિત ક્ષમતા અને વિખેરાયેલા સાથીદારો વચ્ચે તેઓ વિશેષ કશું ઉકાળી શકે તેમ નથી. ચોમાસુ સત્ર લોકશાહીના મંથનને બદલે કેવળ રાજકીય વિવાદોના પૂરનું સાક્ષી બનશે તે દીવા જેવું સ્પષ્ટ છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
