<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સોનમ આઉટ, કોકરોચ દાવમાં

સોનમ વાંગચુકે અચાનક પારણા કર્યાઃ પેપર લીક લડત આડી ફંટાયાની શંકાઃ પથ્‍થરમારો કરનારા કોણ છે?: આંદોલનકારી અને વિપક્ષ વચ્‍ચે પણ તનાતનીઃ રહસ્‍યમય ખેલ

દેશભરમાં હાલમાં પેપર લીક લડત મીડિયાથી લઈને સામાન્‍ય જનતા વચ્‍ચે ભારે ચર્ચાનો વિષય બની છે. આ લડતે સમગ્ર દેશના રાજકીય માહોલને  ગરમાવો આપી દીધો હતો. જોકે, હવે આ સમગ્ર વિરોધ પ્રદર્શન પોતે જ અત્‍યંત ગંભીર અને રહસ્‍યમય વળાંક પર આવીને ઊભું રહી ગયું છે. અતિ જીદી ગણાતા સોનમ વાંગચુકે રાત્રે દોઢ વાગ્‍યે અચાનક ભૂખ હડતાલ સમેટીને પારણા કરી લીધા છે. તેમના આ આકસ્‍મિક નિર્ણયથી લડત આડી ફંટાઈ ગઈ હોવાની શંકાઓ દ્રઢ બની છે.

બીજી તરફ, સમગ્ર લડત અંગે મોદી સરકાર સંપૂર્ણપણે નિર્ણાયક મૂડમાં દેખાઈ રહી છે. મોટી નવાજૂનીના સંકેત મળે છે. જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન દરરોજ રાત્રે પોલીસ પર પથ્‍થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી હિંસક પ્રવળત્તિઓની ચોતરફ ટીકા થતાં જ કોકરોચ ચીફ દીપકે તુરંત હાથ ઊંચા કરી દીધા હતા. તેમણે દાવો કર્યો છે કે પથ્‍થરમારો કરનારાં કોઈ અન્‍ય જ લોકો છે અને તેમનું સંગઠન કોઈ પણ પ્રકારની હિંસામાં સામેલ નથી.

આ સ્‍થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો હિંસા કરનારા બહારના ભાંગફોડિયા તત્‍વો છે, તો પછી પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે ત્‍યારે કોકરોચ જૂથ શા માટે દેકારો મચાવે છે? આ વિરોધાભાસ અનેક શંકાઓને જન્‍મ આપે છે. આ ઉપરાંત, આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સની ભૂમિકા પણ અત્‍યંત ભેદી અને દેશવિરોધી હોવાનું સપાટી પર આવ્‍યું છે.

વિદેશી સોશિયલ મીડિયા કનેક્‍શન અને હિંસક વલણના કારણે કોકરોચની સમગ્ર લડત સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લડત પાછળ માત્ર સ્‍થાનિક રાજનીતિ જ નથી, પરંતુ અન્‍ય શંકાસ્‍પદ ખેલાડીઓ પણ પડદા પાછળથી સક્રિય છે.

આ મામલે યોગ્‍ય અને ઊંડાણપૂર્વક તપાસ કરીને સમગ્ર ખેલનો પર્દાફાશ થાય તે ખૂબ જરૂરી છે. વિપક્ષી ઇન્‍ડિયા મોરચો પણ ધરણાં કરીને આ ગંભીર સ્‍થિતિનો રાજકીય લાભ લેવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. જો કે વિપક્ષ અને કોકરોચ વચ્‍ચે પણ તનાતની વ્‍યાપી છે. ધરણા મુદે કોકરોચ વતી કેજરીવાલ ગ્રુપ કોંગ્રેસની વળતિનો વિરોધ કરે છે.

વાસ્‍તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે અત્‍યંત મહત્‍વનો અને સાચો એવો પેપર લીકનો મુદ્દો હવે મૂળ માર્ગ પરથી ભટકીને આડા પાટે ચઢી ગયો હોય તેવું સ્‍પષ્ટ લાગી રહ્યું છે.

(10:51 AM IST)