તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 28th July 2026
રાજકોટ જંગલરાજઃ દારૂ-શસ્ત્રોનું તાંડવ
ખતરનાક સ્થિતિનો પુરાવો પોલીસતંત્રએ જ આપ્યોઃ એક રાતમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા અને શસ્ત્રધારીઓ મોટી સંખ્યામાં ઝડપાયાઃ લોકોએ જ કોકરોચ જેવી લડત સર્જવી પડશે
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા દસ વર્ષથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. અહીં અરાજકતાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. રસ્તાઓ પર માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. ક્રૂર ગુનાઓ રોજબરોજની સાધારણ ઘટના બની ગયા છે. સમાજમાં પોલીસ તંત્રનો કોઈ ખોફ કે ધાક રહ્યો નથી. સામાન્ય અને નિર્દોષ લોકો અસામાજિક તત્વો તથા ગુંડાઓથી સતત ફફડી રહ્યા છે. આવી અતિ ખરાબ દશા હોવા છતાં શાસકોના પેટનું પાણી પણ હલતું નથી.
રાજકોટમાં ખરેખર જંગલરાજ પ્રવર્તી રહ્યું હોવાના પુરાવા ખુદ પોલીસ તંત્રએ જ આપ્યા છે.માત્ર એક જ રાતના છ કલાકના કોમ્બિંગ ઓપરેશન દરમિયાન રાજકોટમાંથી ૬૭ શખ્સો ગેરકાયદેસર શષાો સાથે ઝડપાયા છે. આ સિવાય ૪૬ દારૂડિયાઓ પૂર્ણ નશાની હાલતમાં વાહનો ચલાવતા પકડાયા છે. જો પોલીસ હજુ પણ વધુ ગંભીરતાથી ઓપરેશન ચલાવે, તો આ આંકડો ચોંકાવનારી હદે મોટો થઈ શકે તેમ છે. અત્યંત ખરાબ હાલત અંગે આ સ્થાને અનેક વખત લખાયું છે, પણ આヘર્ય છે કે શાસકોને કંઇ પડી નથી.
નશામાં ધૂત થઈને વાહનો ચલાવતા શખ્સો રસ્તા પર જીવતા બોમ્બ જેવા છે. સતત થતા જીવલેણ માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ આ દારૂ જ છે. આમ છતાં, સરકાર કે ચૂંટાયેલા નેતાઓ અને નેતીઓને આ બગડી ગયેલી સ્થિતિની જરાય પડી નથી. પકડાયેલા દારૂડિયાઓ પર માત્ર કેસ કરવાના નાટકો થાય છે. પોલીસ કયારેય દારૂના નેટવર્કમાં ઊંડી તપાસ કરતી નથી. આ કારણે જ મુખ્ય ખેલાડીઓ અને બુટલેગરો બેફામ બનીને ખુલ્લેઆમ તાંડવ કરતા રહે છે.
હવે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોએ સ્વરક્ષણ માટે પોતે જ જાગવું પડશે. લોકોએ એક થઈને ‘કોકરોચ જેવી લડત'સર્જવી પડશે. પ્રજાએ સંગઠિત થઈને સરકાર તથા ચૂંટાયેલા નેતાઓને તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવવું પડશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ તંત્રને પણ ફરજ પાડવી પડે તેવી અત્યંત બદતર હાલત સર્જાઈ છે. જો લોકો અત્યારે અવાજ નહીં ઉઠાવે, તો આવનારો સમય વધુ ભયાનક સાબિત થશે.
સૌથી મજબૂત ગણાતા મોદિત્વને લોકોનો આક્રોશ આકરો પડી ગયો.ગુજરાતમાં પણ ભાજપી શાસકો જ લોકોને રોડ પર ઉતરવા મજબૂર કરે છે. દારૂડિયા અને ગુંડાઓ સામે નેતાઓ કે તંત્ર મુજરા અને સેટિંગ કરે. આવા તત્વો બેફામ બને, લોકો કેટલું સહન કરી શકે? અસ્તિત્વ બચાવવા નાછૂટકે રોડ પર ઉતરવું પડે તેમ છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
