<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

બિલ પાસ, વિપક્ષ નાપાસ

કોકરોચની લડતના ગરમાવાનો લાભ લેવા વિપક્ષ કુદ્યો હતોઃ રાહુલ ભાષણો આપે છે, આક્ષેપો કરે છે, પણ અસર શૂન્‍યઃ ૧૪ વર્ષમાં રાહુલથી ન થયું એ કોકરોચે ૧૪ દિવસમાં કરી દેખાડયું

 

 સંસદીય લોકશાહીમાં વિપક્ષની પ્રાથમિક જવાબદારી શાસક પક્ષ સામે મજબૂત તર્ક રજૂ કરીને લોકમત સર્જીને સરકાર પર દબાણ લાવવાનું છે. પરંતુ તાજેતરમાં સંસદના સત્ર  દરમિયાન જોવા મળેલી સ્‍થિતિ વિપક્ષની ગંભીર નીતિગત નિષ્‍ફળતા તરફ ઈશારો કરે છે.

‘વંદે માતરમ' ગાનથી લઈને પેપર લીક વિરોધી કાયદા જેવા અત્‍યંત મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ભારે ધમાસાણ સર્જાયું હોવા છતાં, કેન્‍દ્ર સરકારે તમામ મહત્‍વના વિધેયકો ગળહમાં સરળતાથી પસાર કરાવી લીધા. વિપક્ષી દળો માટે આ સ્‍થિતિ સંસદીય સ્‍તરે નબળા પ્રદર્શન સમાન છે.

 તાજેતરમાં  સર્જાયેલા વિવિધ વિવાદો અને જનઆક્રોશનો રાજકીય લાભ ઉઠાવવા વિપક્ષે આક્રમક વલણ અપનાવ્‍યું હતું. કોકરોચ મુદ્દાથી લઈને અન્‍ય વિવાદોની ગરમાગરમીનો ઉપયોગ કરી કેન્‍દ્ર સરકારને ઘેરવાનો વિપક્ષી નેતાઓએ  પ્રયાસ કર્યો. આ મુદ્દાઓ જનતા સાથે સીધા જોડાયેલા હોવાથી સરકાર પર દબાણ ઊભું કરવાની વિપક્ષ પાસે ઉત્તમ તક  હતી. પરંતુ વાસ્‍તવિકતા એ રહી કે વિપક્ષનો તમામ વિરોધ માત્ર ક્ષણિક હોબાળા અને દેકારા સુધી સીમિત રહ્યો. લોકસભા કે રાજ્‍યસભાની કાર્યવાહી પર કે બિલ પસાર થવાની વૈધાનિક પ્રક્રિયા પર તેની કોઈ અસર પડી નહીં.

આ પરિણામ પાછળનું મુખ્‍ય કારણ વિપક્ષમાં સુગ્રથિત રણનીતિ અને સક્ષમ નેતાગીરીનો સ્‍પષ્ટ અભાવ છે. તથ્‍યો અને આંકડાકીય આધાર વગર માત્ર ગળહના ફ્‌લોર પર સૂત્રોચ્‍ચાર કરવા કે વોકઆઉટ કરવાથી વિરોધ ધારદાર બનતો નથી. પેપર લીક જેવા વિષય પર જ્‍યારે દેશના લાખો યુવાનોનું ભવિષ્‍ય જોડાયેલું હોય, ત્‍યારે વિપક્ષ પાસેથી માત્ર રાજકીય નિવેદનોને બદલે ખરડામાં સુધારા અંગેના સચોટ સુઝાવોની અપેક્ષા હતી. મજબૂત દલીલોના અભાવ ે શાસક પક્ષ માટે વિપક્ષના આક્ષેપોને ક્ષણવારમાં ફગાવી દેવાનું અત્‍યંત સરળ બની ગયું.

સંસદીય ગરિમા જાળવીને આધારભૂત ચર્ચા કરવામાં વિપક્ષી ગઠબંધન નિષ્‍ફળ નીવડ્‍યું છે. યોગ્‍ય દિશાનિર્દેશ વગરનો વિરોધ માત્ર રાજકીય સ્‍ટંટ બનીને રહી ગયો. જો વિપક્ષ પોતાની કાર્યશૈલીમાં સુધારો નહીં કરે અને તર્કબદ્ધ સંસદીય રણનીતિ નહીં અપનાવે, તો  દેશની જનતાનો વિશ્વાસ સંપાદિત કરવો તેમના માટે વધુ  મુશ્‍કેલ બનશે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધી બેફામ ભાષણો આપે છે, બેફામ આક્ષેપો કરે છે, પણ લોકો પર કે સરકાર પર તેની અસર કંઇ વિશેષ થતી નથી. ગળહમાં સરકારે ધાર્યું કરી નાખ્‍યું. રાહુલ ૧૪ વર્ષમાં જે કરી શકયા નથી તે કોકરોચે ૧૪ દિવસમાં કરી દેખાડ્‍યું છે.

(11:31 AM IST)