<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

શિક્ષણથી રાજનીતિ... લડત રોમાંચક

શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષ તથા કોકરોચનું ફોકસ ગૃહમંત્રી પરઃ ગુન્‍હાખોરોને બચાવવાનો મુદો કોકરોચની વૃતિ પર સવાલ સર્જે છેઃ સરકાર કેટલું ઝૂકશે?

રાષ્‍ટ્રીય રાજકારણમાં અને જાહેર જીવનમાં હાલ એક નવો જ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોકરોચ આંદોલનની અસર હજુ પણ શમવાનું નામ લેતી નથી. શરૂઆતમાં જે લડત વિદ્યાર્થીઓ અને શિક્ષણના પ્રશ્નોને લઈને શરૂ થઈ હતી, તે હવે સંપૂર્ણપણે રાજકીય રંગ પકડી ચૂકી હોય તેમ લાગે છે.

આંદોલનકારીઓ પર થયેલા બળપ્રયોગનો મુદ્દો હવે દેશવ્‍યાપી ચર્ચાનો વિષય બન્‍યો છે. વિપક્ષી દળોએ આ મુદ્દાને હાથ ધરીને કેન્‍દ્રીય ગળહપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. નવાઈની વાત એ છે કે, કોકરોચે પણ આ રાજકીય માંગણીને ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે મૂળ આંદોલન પોતાના પ્રાથમિક ધ્‍યેયથી ભટકીને રાજકારણના આખા ખેલમાં ફસાઈ ગયું છે.

આંદોલન દરમિયાન થયેલી તોડફોડ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્‍વો સામે કાર્યવાહી કરવાનો વિરોધ થઈ રહ્યો છે, જે અત્‍યંત વિચિત્ર અને આヘર્યજનક છે. કોકરોચ પોતે  એ વાતનો જાહેરમાં સ્‍વીકાર કરે છે કે આંદોલન દરમિયાન કેટલાક ગુનાહિત તત્‍વો તેમા઼ ઘૂસી ગયા હતા. જો ગુનાહિત પ્રવૃતિ થઇ હોય તો તેની સામે કાયદાકીય  કાર્યવાહી કરવામાં વાંધો શું હોઇ શકે?

આવા અસામાજિક તત્‍વોનો બચાવ કરીને કોકરોચ અને વિપક્ષ બંનેનું વલણ હવે શંકાના ઘેરામાં આવી ગયું છે. શિસ્‍તબદ્ધ આંદોલનની જગ્‍યાએ હિંસાને પ્રોત્‍સાહન આપતા તત્‍વોને આશ્રય આપવો કેટલો યોગ્‍ય છે? તેવો પ્રશ્ન સામાન્‍ય જનતા પૂછી રહી છે.

બીજી તરફ, સરકાર આ મુદ્દે હાલ સંપૂર્ણપણે બચાવની ભૂમિકામાં આવી ગઈ છે. સ્‍થિતિને વણસતી અટકાવવા માટે સરકારે ધણુ નમતુ જોખ્‍યું છે અને પોતાની કેટલીક કડક નીતિઓમાં છૂટછાટ પણ આપી છે. તેમ છતાં, વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લેતો નથી.

 હવે પછીના દિવસોમાં આ લડત કયું નવું મોડ લેશે? શું આંદોલનકારીઓ ફરી શિક્ષણના મૂળ મુદ્દા પર પાછા ફરશે કે રાજકારણનો આ  ખેલ વધુ ઉગ્ર બનશે? આ તમામ સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે. હાલના તબક્કે તો સમગ્ર પરિસ્‍થિતિ અત્‍યંત રોમાંચક અને વળાંકયુક્‍ત બની ગઈ છે.

(10:55 AM IST)