News of Monday, 3rd August 2026
ઝારખંડમાં કોકરોચની ટોળકી ગાયબ
નવ દિવસ વિદ્યાર્થીઓ પેપર લીકથી માંડીને શિક્ષણના વિવિધ મુદ્ે લડત આપે છેઃ કોકરોચ તરફી દેકારા કરનારી રાહુલથી માંડીને દેશ-વિદેશની હસ્તીઓ મોૈનઃ કોકરોચના નામે ચાલતી રાજકીય કુવૃતિ ઉઘાડી પડી
આંદોલનના નામે ચાલતા દંભી નાટકોના મોહરા બહુ ઝડપથી ઉતરી જતા હોય છે. દિલ્હીની ગલીઓમાં ‘કોકરોચ આંદોલન' નો મોરચો મંડાયો ત્યારે દેશ-વિદેશથી સહાનુભૂતિનો કાનફાડ દેકારો સાંભળવા મળ્યો હતો. સ્વરા ભાસ્કર, રીચા ચઢ્ઢા કે તાપસી પન્નુ જેવી બોલિવૂડની તમામ ફિલ્મી હસ્તીઓથી લઈને સોનમ વાંગચુક જેવા સામાજિક ચહેરાઓ રાતોરાત મેદાનમાં કૂદી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વિરોધની ગંગા વહેવડાવાઈ હતી. પણ આજે એ જ જમાત ઝારખંડના માર્ગો પર વ્યાપેલી યુવાનોની ચીસો સાંભળીને પણ ગાઢ નિંદ્રામાં સુઈ ગઈ છે. સોનમ વાંગચુકને પણ આજે રાંચી જઈને વિદ્યાર્થીઓના હિતમાં ઉપવાસ પર બેસવાનું મન થતું નથી!
ઝારખંડના માર્ગો પર છેલ્લા નવ-નવ દિવસથી વિદ્યાર્થીઓનો આક્રોશ ઉકળી રહ્યો છે. પેપર લીકની ગંભીર ઘટનાઓ અને શિક્ષણ ક્ષેત્રે ઘર કરી ગયેલા ભ્રષ્ટાચાર સામે સમગ્ર યુવાધન રસ્તા પર છે. છતાં દિલ્હીના બનાવ સમયે રાત દિવસ દેકારા કરનારા રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ કે ફિલ્મી સિતારાઓ ઝારખંડ તરફ ડોકિયું કરવાનીય તસદી લેતા નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે, છતાં કોઈ જાગળત નાગરિક કે બોલિવૂડની હસ્તી સાંત્વના આપવા તૈયાર નથી.
આ કાવાદાવા પાછળનું ગણિત હવે સાવ છતું થઈ ગયું છે. ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર છે, જે વિપક્ષી ‘ઈન્ડિયા' ગઠબંધનનો મુખ્ય સ્તંભ ગણાય છે. આ અસહ્ય મૌને સાબિત કરી દીધું છે કે કોકરોચ આંદોલનને સમર્થન આપનારી દેશ-વિદેશની ટોળકીનો હેતુ કયારેય શિક્ષણનો ઉદ્ધાર કે યુવાનોનું હિત હતો જ નહીં. તેમનું અસલ મિશન તો માત્ર ને માત્ર મોદી સરકારને ઘેરવાનું અને દેશમાં અસ્થિરતા ઊભી કરવાનું જ હતું.
ઝારખંડની ‘જેન-ઝી' યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જાય, તેની આ કહેવાતા બુદ્ધિજીવીઓ, ફિલ્મી હસ્તીઓ કે પર્યાવરણ-શિક્ષણના નામે દુકાનો ચલાવનારાઓને કોઈ જ પરવા નથી.
પોતાના રાજકીય રોટલા શેકાય ત્યાં સુધી જ એમનો સંવેદનશીલ ચહેરો સામે આવે છે. પોતાની છાવણીની સરકાર હોય ત્યાં ભ્રષ્ટાચારના પહાડો ખડકાય તો પણ આ જમાત મોંમાં ડુચ્ચા નાખીને બેસી રહે છે. શિક્ષણના પવિત્ર નામે ચાલતી આ સમગ્ર રાજકીય કુવળતિનો બુરખો ઝારખંડના વિદ્યાર્થીઓએ ઉતારી ફેંકયો છે.
પેપર લીક મુદે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું હતું. ઝારખંડમાં પણ પેપર લીક મામલે જ લડત છે, ત્યાં શિક્ષણ મંત્રાલય મુખ્યમંત્રી સોરેન પાસે છે, કોકરોચ અને તેની ટોળકીને શિક્ષણ કે જેન-ઝીમાં રસ હોય તો સોરેનનું રાજીનામું માંગી જુએ.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
