<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ઝારખંડઃ કોંગ્રેસ માટે અઘરૂ પેપર..

શિક્ષણ-છાત્રહિત મુદે મોદી સરકાર સામે ઉછળનાર રાહુલ ગાંધી ઝારખંડમાં ફસાયાઃ છાત્રોની જીદ અને સોરેન સરકારની અક્કડમાં કોંગ્રેસ, કોકરોચ વગેરે ઉઘાડા પડી રહ્યા છે...

  દિલ્‍હીમાં પેપર લીક મુદે વિપક્ષો દ્વારા મોટો ડ્રામા કરવામાં આવ્‍યો હતો, હજુ પણ ચાલી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ સંસદમાં ધમાલ કરે છે. દિલ્‍હીમાં  કોકરોચ પાર્ટીએ રસ્‍તા પર ઉતરીને ભારે વિરોધ દર્શાવ્‍યો હતો. આ તમામ નાટક માત્ર કેન્‍દ્રની મોદી સરકારને અસ્‍થિર કરવાના ધ્‍યેયથી જ ઘડાયું હતું તે હવે ધીમે ધીમે સાબિત થઈ રહ્યું છે.

 છેલ્લા ૧૫ દિવસથી ઝારખંડમાં પેપર લીક અને શૈક્ષણિક ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓ દ્વારા પ્રચંડ લડત ચલાવવામાં આવી રહી છે. આ લડતે ગઈકાલે અત્‍યંત ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. આંદોલનકારી છાત્રો પર સ્‍થાનિક પોલીસે આકરો લાઠીચાર્જ કર્યો હતો. ઉપરાંત તેમને વિખેરવા આંસુ ગેસના સેલ પણ છોડવામાં આવ્‍યા હતા. અને ભાજપ દ્વારા આજે  ઝારખંડ બંધ પણ  પાળવામાં આવી રહયો છે.

નોંધનીય છે કે ઝારખંડમાં કોંગ્રેસના સમર્થનથી હેમંત સોરેન સરકાર સત્તા પર ટકેલી છે. જ્‍યારે દિલ્‍હીમાં વિદ્યાર્થીઓ પર સામાન્‍ય લાઠીચાર્જ થયો ત્‍યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને દેશની કહેવાતી બૌદ્ધિક જમાત તાત્‍કાલિક મેદાનમાં આવી ગઈ હતી. છાત્રો પર અત્‍યાચારના નામે મોટો હોબાળો મચાવીને તત્‍કાલીન શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્‍યું હતું. આヘર્યની વાત એ છે કે ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા આટલા મોટા લાઠીચાર્જ સામે આ આખી બૌદ્ધિક જમાત મૌન સેવીને બેસી ગઈ છે. રાહુલ ગાંધીએ આ ગંભીર મુદે માત્ર એક ઔપચારિક નિવેદન આપીને સંતોષ માની લીધો છે.

ઝારખંડમાં શિક્ષણ વિભાગનો હવાલો મુખ્‍યમંત્રી હેમંત  સોરેન ખુદ સંભાળી રહ્યા છે. ભાજપે આક્રમક સવાલ ઉઠાવ્‍યો છે કે રાહુલ ગાંધી હવે ઝારખંડના મુખ્‍યમંત્રીનું રાજીનામું કેમ માગતા નથી? દિલ્‍હીમાં અલગ અને ઝારખંડમાં અલગ વલણ કેમ રાખવામાં આવી રહ્યું  છે? હાલના તબક્કે કોંગ્રેસ પાર્ટી માટે આ આકરી કસોટીની ક્ષણ છે. ઝારખંડમાં જો સોરેન સરકાર સામે આકરા પગલાં લેવા જાય તો સરકાર ગુમાવવી પડે તેવી સ્‍થિતિ નિર્માણ થઈ શકે છે. જો સરકાર બચાવવા ચુપ રહે તો દિલ્‍હીમાં રચેલા તમામ રાજકીય નાટક અને બેવડા ધોરણો ખુલ્લા પડી જાય તેમ છે. વિદ્યાર્થીઓની જીદ અને સોરેન સરકારની અક્કડ વચ્‍ચે રાહુલ ગાંધીની રાજકીય કુનેહ સંપૂર્ણપણે મપાઈ જશે.

મહત્‍વની બાબત એ પણ છે કે ગુજરાતમાં પણ પેપર ફૂટવાની પરંપરા ચાલી હતી. શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર પણ ઓછો નથી. રેગિંગ જેવી ઘટનાઓમાં છાત્રોના આપઘાતો ચકચારી બન્‍યા છે. આ સ્‍થિતિ શિક્ષણ જગત ખાસ  છાત્રો માટે અસહનીય લાગે છે. ડંખ ભલે ન મારવામાં આવે, પણ નેતાગીરીને જવાબદારીનું ભાન કરાવવું ફૂંફાડા મારવા એ પાપ ન ગણાય.

(10:50 AM IST)