<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રાજકીય બઘડાટીઃ લોકશાહી લાચાર

સંસદ ગૃહ સતત સ્‍થગિત, સંસદ બહાર ધમાલઃ રાજકીય નેતાઓ પક્ષના લાભમાં રાષ્‍ટ્રહિત ભૂલી રહ્યા છેઃ સંસદ ગૃહમાં કડક આચારસંહિતા જરૂરી

 

 

 લોકશાહીની મુખ્‍ય ધરી સંસદ અને રાજ્‍યસભા ગણાય છે. દેશના કરોડો નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ આ પવિત્ર ગળહો સાથે જોડાયેલી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં સ્‍થિતિ અત્‍યંત ચિંતાજનક બની ગઈ છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એક પણ દિવસ શાંતિપૂર્ણ કામગીરી થઈ શકી નથી. વિપક્ષની સતત બઘડાટી અને હંગામાના કારણે બંને ગળહો વારંવાર સ્‍થગિત કરવા પડે છે. લોકશાહીનું મંદિર ગણાતી સંસદ આજે માત્ર રાજકીય અખાડો બનીને રહી ગઈ છે.

આヘર્યની વાત તો એ છે કે નેતાઓ માત્ર ગળહની અંદર જ નહીં, પરંતુ ગળહની બહાર આવીને પણ ધમાલ મચાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી આજે લાચાર બનીને પોતાના જ નેતાઓનો આ તમાશો જોઈ રહી છે. દેશના મહત્‍વના પ્રશ્નો, કાયદાઓ અને જનહિતના કાર્યો બાજુ પર રહી ગયા છે. પ્રજાના ટેક્‍સના કરોડો રૂપિયા આ બઘડાટીમાં ભૂલાઈ રહ્યા છે.

પેપર લીક અને દાનચોરી જેવા ગંભીર મુદ્દાઓ પર શાસક પક્ષ રક્ષણાત્‍મક ભૂમિકામાં દેખાતો હતો. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ઝારખંડનું નવું પ્રકરણ સામે આવતાં જ રાજકીય ચિત્ર બદલાઈ ગયું. ભાજપ અચાનક આક્રમક મૂડમાં આવી ગયો અને વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, બેકફૂટ પર આવી ગઈ. ગઈકાલે પણ લોકસભાની બહાર શાસક અને વિપક્ષ બંનેના સાંસદો સામસામે આવી ગયા હતા અને જોરદાર સૂત્રોચ્‍ચાર કર્યા હતા.

સરકાર અને વિપક્ષ વચ્‍ચેનો આ વિવાદ બહારથી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો લાગતો હતો. પરંતુ તેની પાછળની કડવી વાસ્‍તવિકતા માત્ર અને માત્ર રાજકીય લાભ ખાટવાની હતી. નેતાઓ પોતાના પક્ષના ફાયદા માટે રાષ્‍ટ્રહિતને સંપૂર્ણપણે ભૂલી રહ્યા છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર ચોક્કસ છે, પરંતુ દેશના વિકાસને રોકીને અરાજકતા ફેલાવવી યોગ્‍ય નથી.

હવે સમય આવી ગયો છે કે ગળહની અંદર અને બહાર નેતાઓના વર્તન પર અંકુશ લાવવામાં આવે. સંસદમાં રાષ્‍ટ્રહિતનું કામ થાય અને લોકશાહીની મર્યાદા જળવાઈ રહે તે માટે કડક આચારસંહિતા લાગુ કરવી અત્‍યંત જરૂરી છે. આવી આચારસંહિતા બનાવવાનો વિચાર દેશના શ્રેષ્ઠ હિતમાં કેમ નથી કરવામાં આવતો? ચૂંટણી જીત્‍યા પછી નેતાઓ પ્રજા પ્રત્‍યે જવાબદાર બને તે સુનિヘતિ કરવું જ પડશે. જો નેતાઓ શિસ્‍ત નહીં જાળવે, તો લોકશાહીનું ભવિષ્‍ય અંધકારમય બની જશે.

(11:24 AM IST)