<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

વાહ ગુજરાતઃ દૂધ પણ લઠ્ઠો !

લઠ્ઠાકાંડના હાહાકાર વચ્‍ચે ૭, ૮૦૦ લીટર કેમિકલિયુ દૂધ ઝડપાયુઃ આヘર્ય.. ઝેરી દારૂ જેટલો હોબાળો ઝેરી દૂધ મુદે નથી થતોઃ દારૂડિયાની ચિંતા, દૂધ પીનારાની નહિઃ ગુજરાતીઓ સાવધાન!

 

 

 

  ગુજરાતમાં લઠ્ઠાકાંડના હાહાકાર વચ્‍ચે તપાસના માત્ર નાટક ચાલી રહ્યા છે. ફલાણી તપાસમાં આ આવ્‍યું અને ઢીંકણી તપાસમાં પેલું આવ્‍યું તેવા મોટા પ્રચારો મીડિયામાં સતત કરવામાં આવે  છે. પરંતુ નોંધ લેવા જેવી સૌથી મહત્‍વની બાબત એ  છે કે અગ્નિકાંડથી માંડીને ભયાવહ લઠ્ઠાકાંડ સુધીના કોઈપણ મોટા કાંડમાં એક પણ નેતા કે નેતી સામે કયારેય તપાસ પણ થઈ નથી. જે કાઈ પણ અધિકારીઓ પકડાય છે તે પણ થોડા સમયમાં કાયદાની છટકબારીઓનો લાભ લઈને આસાનીથી છટકવા લાગે છે. આ આખી પરિસ્‍થિતિ પરથી એક જ સ્‍પષ્ટ તારણ નીકળે છે કે ગુજરાતને પોતાના અંગત સ્‍વાર્થ માટે બરબાદ કરવામાં તમામ તાકાતો એક થઈને સાથે ઊભી છે.

ઝેરી દારૂના હાહાકાર વચ્‍ચે ગઈ કાલે જામનગર પંથકમાંથી ૭,૦૦૦ લીટર અને ધોરાજી પંથકમાંથી  ૮૦૦ લીટર કેમિકલિયું ઝેરી દૂધ ઝડપાયું હતું. આ  સમાચાર સામાન્‍ય રૂટિન ઘટનાની જેમ મીડિયામાં રજૂ થયા. વાસ્‍તવિકતા એ છે કે ઝેરી દારૂ કરતાં ઝેરી દૂધ સમાજ માટે વધારે ઘાતક અને ખતરનાક છે, પણ દારૂ જેટલો હોબાળો આ ઝેરી દૂધના મુદ્દે જોવા મળતો નથી.

શું મીડિયા, સમાજ અને સરકારને માત્ર  દારૂડિયાની જ ચિંતા છે? દૂધ પીનારાઓની કોઈ ચિંતા નથી? અત્‍યંત નબળી નેતાગીરીની કળપાથી દૂધ પણ લઠ્ઠો બની ગયું છે. દારૂ પીનારા મોટાભાગના લોકો પીને ગુન્‍હો કરે છે, જ્‍યારે દૂધ પીનારા તો એકદમ સામાન્‍ય અને નિર્દોષ માણસો ગણાય છે. રાજ્‍યોમાં ગુનેગારોની ચિંતા થઈ રહી છે અને સજ્જનો ભલે મરે... આવી વિપરીત દશા સમગ્ર ગુજરાતની બની ગઈ છે.

મોટી મોટી વાતો કરનાર કે પ્રવચનો આપનાર એક પણ નેતું  વટથી કહી શકતું નથી કે, હવે પછી ગુજરાતમાં ગેરકાયદે દારૂ અને આ ઝેરી દૂધ કયારેય નહીં મળે. બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે અને કોઈની કોઈ જવાબદારી નક્કી થતી નથી. જો સામાન્‍ય ગુજરાતીઓ પોતે જાગળત અને સાવધાન નહીં બને, તો લઠ્ઠા જેવું ઝેરી દૂધ પીને પણ કમોતે મરવાનો વારો આવશે.

સતત ઝેરી ખાદ્ય સામગ્રી ઝડપાય છે. ગેરકાયદે અને ઝેરી દારૂની ધૂમ ગુજરાતભરમાં વ્‍યાપકપણે ચાલે છે, પણ આ ભયાવહ ઝેરનો કાયમી નિવેડો લાવવાની કોઇ જ રણનીતિ સરકાર પાસે નથી. કાયદા કડક થતા નથી. કોઇની જવાબદારી ફિક્‍સ થતી નથી. હાકલા પડકારાની વાતો થાય છે, પણ દરેક પ્રકરણોના ફિંડલા વળી જાય છે. લઠ્ઠાકાંડમાં સસ્‍પેન્‍ડ કરવાના અને તપાસના નાટક તો થયા, ઝેરી દૂધ પ્રકરણમાં આવું પણ કંઇ થયું નથી. ગુજરાતીઓ નેતાગીરી સામે અવાજ નહિ ઉઠાવે તો પતન નિヘતિ બનશે

(10:36 AM IST)