હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલનું નિશાન માત્ર સનાતની ગ્રંથ..
મનુસ્મૃતિ જ સતત ટાર્ગેટઃ અન્ય મુખ્ય બંને ધર્મોના ગ્રંથોમાં પણ મહિલાઓ અંગે વાંધાજનક લખાણો છેઃ રાહુલજી કે કોંગ્રેસ તે અંગે બોલવાની ત્રેવડ ધરાવે છે?: કોંગ્રેસ ફરી આડા પાટે
દેશના રાજકારણમાં શિક્ષણ અને દાનચોરી જેવા ગંભીર મુદ્દાઓ પર વિપક્ષ પ્રથમ વખત કેન્દ્ર સરકારને ઘેરવામાં સફળ રહ્યો હતો. કૌભાંડો અને નીતિગત ખામીઓ સામે સરકાર સ્પષ્ટપણે રક્ષણાત્મક ભૂમિકામાં આવી ગઈ હતી. ભાજપી પ્રવક્તાઓ ગેંગેફેફે થઇ જતા હતા. પરંતુ આ રાજકીય પરિસ્થિતિનો યોગ્ય લાભ લેવામાં રાહુલ ગાંધી અને તેમની વિપક્ષી વ્યૂહરચના ફરી એકવાર સાવ નિષ્ફળ પૂરવાર થઈ રહી છે.
કોંગ્રેસે અચાનક જ વંદેમાતરમ્ વિવાદ ઉભો કરી દીધો અને ત્યારબાદ રાહુલે મનુસ્મળતિમાં મહિલાઓને થતા અન્યાયનો મુદ્દો છેડી દીધો. રાજકીય રીતે આવા સંવેદનશીલ મુદ્દાઓ ભાજપ માટે હંમેશા અનુકૂળ રહ્યા છે. પરિણામે, ભાજપને કોંગ્રેસ પર વળતો વૈચારિક હુમલો કરવાનો ખુલ્લો મોકો મળી ગયો અને આખો રાજકીય માહોલ પલટાઈ ગયો. શૈક્ષણિક સમસ્યાઓ રિયલ મુદો છે, સમાજના તમામ વર્ગોને સીધી અસર કરે છે. આ રિયલ મુદે ભાજપ હંમેશા ગેંગેફેફે થઈ જાય છે. વાસ્તવિક મુદે લડત આપવાથી રાહુલ અને કોંગ્રેસનો પ્રભાવ વધી રહ્યો હતો. બીજી તરફ રાહુલ ૧૪ વર્ષથી વિચારધારાના મુદા ઉઠાવે છે, જે કોંગ્રેસને તીવ્ર નુક્સાનકારક બન્યા છે. આ અનુભવ હોવા છતાં રાહુલે ભાજપને અનુકુળ મુદા હાથે કરીને છેડી દીધા છે.
પક્ષપાતી રાજકારણને બાજુએ મૂકીને તટસ્થ રીતે જોઈએ તો પણ રાહુલ ગાંધીની વૈચારિક દિશા યોગ્ય લાગતી નથી. તેઓ વારંવાર મનુસ્મળતિ ગ્રંથનો ઉલ્લેખ કરીને સનાતન ધર્મને જ કઠોડામાં ઊભો કરવાનો પ્રયાસ કરે છે. તેમનો દાવો છે કે આ ગ્રંથમાં મહિલાઓ વિશે વાંધાજનક લખાણો છે. જોકે, વિશ્વમાં ત્રણ મુખ્ય ધર્મો અસ્તિત્વ ધરાવે છે. પ્રશ્ન એ થાય છે કે રાહુલ ગાંધી માત્ર સનાતનને જ શા માટે ટાર્ગેટ કરે છે?
વાસ્તવિકતા એ પણ છે કે અન્ય મુખ્ય બંને ધર્મોના મુખ્ય ધર્મગ્રંથોમાં પણ મહિલાઓ અને તેમના અધિકારો અંગે અતિ વાંધાજનક અને વિવાદાસ્પદ લખાણો રહેલા છે. આ કોઇ સિક્રેટ બાબત નથી. રાહુલ ગાંધી કે કોંગ્રેસ અન્ય ધર્મના ગ્રંથો વિશે એક શબ્દ પણ બોલવાની ત્રેવડ કે હિંમત છે? સનાતન પરંપરાના અસંખ્ય ગ્રંથોમાં મહિલાઓને મહાશક્તિ અને મહાદેવી તરીકે પૂજનીય વર્ણવાઈ છે, પરંતુ એ બાબતે રાહુલ ગાંધીનું મૌન તેમની તુષ્ટિકરણની રાજનીતિ છતી કરે છે.
સનાતની સમાજ કટ્ટર નથી અને ઉદારવાદી છે, તેથી તે આ આક્ષેપો સહન કરી લે છે. જો રાહુલ અન્ય ધર્મોના ગ્રંથો સામે આવો જ મોરચો માંડશે, તો તેમનું અને કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. રિયલ મુદા છોડીને સનાતનને ટાર્ગેટ કરવાની રાહુલ ગાંધીની વિચિત્ર અને એકતરફી નીતિ અંતે તો ભાજપ માટે જ રાજકીય આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
અન્ય બંને ધર્મોના ગ્રંથોમાં સ્ત્રી જાતિને અન્યાય કરતી બાબતો પારાવાર છે. પુરૂષને ત્રણ-ચાર લગ્નોની છૂટથી માંડીને અનેક બાબતો પ્રચલિત છે, રાહુલ કયારેક તેની વિરૂધ્ધ બોલવાનો પ્રયોગ કરી જુએ તો ખ્યાલ આવશે કે..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
