હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિન્દુત્વમાં મરીમસાલાઃ શંખનાદનો અભાવ
હિન્દુ કટ્ટર નથી, તેનો મતલબ એ નથી કે, ફાવે તેમ રગદોડોઃ વૈશ્વિક મંચ પર હિન્દુત્વનો નક્કર શંખનાદ જરૂરીઃ રાજનૈતિકને બદલે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી રજૂ કરોઃ સામાન્ય હિન્દુ પરિવારોને સ્વમાન અને સલામતી પ્રાથમિકતા જરૂરી
હાલના વૈશ્વિક મંચ પર હિન્દુત્વ વિષય અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી અમેરિકાના પ્રવાસે છે. ત્યાં તેમણે હિન્દુત્વની વ્યાખ્યા કરતા આપેલા નિવેદનો વૈશ્વિક મીડિયામાં હેડલાઇન બની રહ્યા છે. આ પ્રવાસ પૂર્વે ભાગવતજીએ ભારતમાં સતત નિવેદનો કર્યા હતા કે ભારતની ભૂમિ પર જન્મેલા તમામ લોકો હિન્દુ ગણાય. હવે અમેરિકાની ધરતી પરથી તેમણે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમોનો વિરોધ કરવો એ હિન્દુત્વ નથી. જો વ્યાખ્યા મુજબ ભારતમાં રહેતા બધા જ લોકો હિન્દુ હોય, તો પછી વિરોધ ક રવાની કે કોઈને પણ દેશમાંથી ભગાડવાની વાત જ કયાં આવે છે?
હિન્દુત્વ એ ખૂબ જ વિરાટ અર્થ ધરાવતો શબ્દ છે. તેને એકાદ વાકયની ટૂંકી વ્યાખ્યામાં બાંધી દેવો શકય જ નથી. આ શબ્દના ગૂઢ અર્થનું મૂળ સનાતન સંસ્કળતિની ભવ્યતા અને પરંપરામાં છુપાયેલું છે. દુર્ભાગ્યવશ, વર્તમાન સમયમાં હિન્દુત્વને મોટાભાગે રાજકીય દ્રષ્ટિકોણથી જ રજૂ કરવામાં આવે છે. રાજકીય મંચો પરથી પોતાને અનુકુળ હિન્દુત્વની સંકુચિત વ્યાખ્યાઓ કરી નાખવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિકોણ ખરાબ બાબત નથી, પણ તે ખૂબ જ છીછરી ચોક્કસ છે.
સનાતનની ભવ્ય આધ્યાત્મિક ધરોહરના દ્રષ્ટિકોણથી જો હિન્દુત્વને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે, તો જ દુનિયાભરમાં તેનો નક્કર અને દીર્ઘકાલીન શંખનાદ થયો ગણાય. વૈશ્વિક સ્તરે સંઘ પાસે આવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, સંઘની હિન્દુત્વ-વળત્તિ પણ શંકાસ્પદ છે. દાયકાઓની સત્તાની તાકાત હોવા છતાં સંઘ હિન્દુ સમાજનું વ્યાપક અને મજબૂત સમર્થન પ્રાપ્ત કરી શકયો નથી, એ પણ એક કડવી હકીકત છે.
ગુજરાતનું ઉદાહરણ લઈએ તો અહીં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે. આમ છતાં, અહીનો સામાન્ય હિન્દુ પરિવાર આજે પણ બિચારા જેવી સ્થિતિમાં જીવી રહ્યો હોય તેમ લાગ ે છે. અહીં રાજકીય દ્રષ્ટિકોણથી જ હિન્દુત્વનો મુદ્દો ચલાવવામાં આવે છે, પરંતુ તે માત્ર વોટબેંક પૂરતો જ સીમિત રહે છે. શાસન મળ્યા બાદ પણ સામાન્ય હિન્દુ સમાજને સ્વમાન અને સુરક્ષા જેવી પાયાની ગેરંટી આપી શકાતી નથી. ગુજરાતમાં આવી સ્થિતિ હોય તો અન્ય રાજ્યોમાં કેવી હશે?
જો ૩૦ વર્ષના લાંબા શાસન પછી પણ હિન્દુ બિચારો અને અસુરક્ષિત રહેતો હોય, તો સ્પષ્ટ કહી શકાય કે રાજકીય દ્રષ્ટિકોણવાળું હિન્દુત્વ સંપૂર્ણપણે ફેઇલ સાબિત થયું છે. ગુજરાતમાં હિન્દુત્વના દ્રષ્ટિકોણને વરેલા નિષ્ઠાવાન અનેક સ્વયંસેવકો સંઘમાં નિષ્ક્રિય બની ગયા છે. સંઘના ભલે વિકસિત થવા મથે, પણ પાયા નબળા પડતા અટકાવવા જરૂરી છે. આ દિશામાં હવે ગહન અને દીર્ઘ દ્રષ્ટિકોણથી કાર્ય કરવું અત્યંત જરૂરી બન્યું છે. હિન્દુ સમાજ એ માત્ર રાજકીય ઉપયોગ કરી લેવાની પ્રજાતિ નથી, તે વાત હવે નક્કર રીતે સ્થાપિત થવી જ જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
