<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

શ્‍યામ, ચક્રધારી સ્‍વરૂપે પ્રગટો

વર્તમાન જગતને ગીતાજીના બોધની નહિ, કડક બોધપાઠની જરૂરઃ નકારાત્‍મક ઉર્જાના તાંડવ સામે શંખનાદ કરોઃ સનાતનનું શુધ્‍ધિકરણ પણ જરૂરી

 

 

 

 જન્‍માષ્ટમીનો પાવન પર્વ આવી ગયું છે. ચારેય બાજુ આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. સૌરાષ્‍ટ્રના લોકમેળા ધમધમી રહ્યા છે.‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદથી ગગન ગુંજે તેની તૈયારી ચાલી રહી છે. આ મંગલ અવસરે પૂર્ણપુરૂષોત્તમ શ્રી કળષ્‍ણના ચરણોમાં શત શત વંદન.

શ્રી કળષ્‍ણનું વ્‍યક્‍તિત્‍વ બહુરંગી  છે. માખણચોર, નટખટ કાનુડો, રાધિકાનો બંસીધર અને દ્વારિકાનો રાજવી, દરેક સ્‍વરૂપ મોહક છે. પરંતુ આજના વિષમ સમયમાં માત્ર મુરલીધરના મધુર સૂર પૂરતા નથી. વર્તમાન જગતને ચક્રધારી કળષ્‍ણના રૌદ્ર અને તેજસ્‍વી સ્‍વરૂપની આવશ્‍યકતા છે.

સમગ્ર વિશ્વમાં અને દેશમાં નકારાત્‍મક ઊર્જા તાંડવ કરી રહી છે. વાહિયાત વિવાદો અને વિષાદના વાવાઝોડા સતત ફૂંકાઈ રહ્યા છે. દેશને અસ્‍થિર કરવા માટે અસુર રૂપી અસામાજિક તત્‍વો અટ્ટહાસ્‍ય કરી રહ્યા છે. વૈચારિક ઝેર પણ પ્રસરી રહ્યું છે. લોકોનું શાંત જીવન ઝેર બની રહ્યું છે.

આજના સમયમાં માત્ર ઉપદેશ કે શાંતિના પાઠ કામ નહિ લાગે. ગીતાજીનું જ્ઞાન તો સોશિયલ મીડિયાના દરેક ખૂણે ઉપલબ્‍ધ છે. પરંતુ આ જ્ઞાનનો અમલ થતો નથી. વિફરેલી જમાતને બોધની નહીં પણ કડક બોધપાઠની જરૂર છે. અધર્મીઓને સુદર્શન ચક્રના દર્શન અને પરચાની અનિવાર્ય જરૂરત છે.

વિશ્વને સત્‍ય અને ધર્મનો સાચો માર્ગ ચીંધવાની જવાબદારી સનાતન પરંપરાના શિરે છે. પરંતુ ખેદની વાત એ છે કે આ મહાન પરંપરામાં પણ દંભ, વ્‍યવસાયિકતા અને કચરો ઘર કરી ગયા છે. સનાતનના નામે અંધશ્રદ્ધા અને અજ્ઞાનનું વેચાણ થઈ રહ્યું છે.  બહારના શત્રુઓ સામે લડતા પહેલાં અંદરનું શુદ્ધિકરણ કરવું અનિવાર્ય છે.

પરિવર્તન માટે મુખ્‍ય ત્રણ બાબતો જરૂરી છે. પ્રથમ જ્ઞાન એટલે કે દ્રિષ્ટ, બીજુ ક્ષમતા એટલે કે ત્રેવડ, ત્રીજુ દ્રઢતા એટલે કે તીવ્ર ઇચ્‍છાશક્‍તિ...આ ત્રણે બાબતોને બીજ મંત્રોના ઝૂમખામાં ઐં, હ્ર ીં, ક્‍લીં..તરીકે સનાતન પરંપરા ઓળખ આપે છે. ચક્રધારી સ્‍વરૂપ ત્રણેના સંગમ સમાન છે.

જન્‍માષ્ટમીના પાવન અવસરે ભગવાન શ્‍યામને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. હે બંસીધર! આપ દિવ્‍ય સુદર્શન ચક્ર સાથે પ્રગટો. સમાજમાંથી અનૈતિકતા, દંભ અને અધર્મ અને વૈચારિક ઝેરનો નાશ કરો. સુદર્શનનો પરચો બતાવીને સનાતન ધર્મના નિર્મળ ગૌરવને ફરીથી સ્‍થાપિત કરો. નકારાત્‍મકતાના તાંડવ સામે વિજયનો શંખનાદ કરો અને સંસારમાં સત્‍ય અને ધર્મનું રાજ સ્‍થાપો...જય શ્રી કળષ્‍ણ.

(10:59 AM IST)