<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

અંશ માત્રથી બોલીવૂડનો ધ્‍વંશ

હવામાં ઉડતા ખાનખાનાથી માંડીને હીરા-હીરીને હનુમાન અંશે પાડી દીધાઃ સામાન્‍ય ખર્ચ, અસામાન્‍ય સિધ્‍ધિઃ બ્રાન્‍ડિંગ તોતીંગ ખર્ચ, ટેકનોલોજી, વિવાદોના ગતકડાં વગર પ્રચંડ કમાણીઃ ધર્મ-અધ્‍યાત્‍મના નામે નીકળી પડેલા ચોકલેટી મહાત્‍માઓ માટે પણ આ ફિલ્‍મ બોધદાયી

 

 

 

 ‘હનુમાન અંશ' ફિલ્‍મના ઘોડાપૂરમાં બોલીવૂડના હવામાં ઉડતા શાહરૂખો, સલમાનો, રણબીરોથી માંડીને અન્‍ય હીરા- હીરીઓ તણાવા લાગ્‍યા છે. માત્ર બે કરોડ રૂપિયાના બજેટથી બનેલી ફિલ્‍મે અબજોમાં આળોટતા બોલીવૂડને પાડી દીધું છે. આ પ્રયોગ લોકોની બદલાતી માનસિક્‍તાનો સંકેત હોઈ શકે છે.

બોલીવૂડ લાંબા સમયથી  અહંકાર અને કળત્રિમ ચમકધમકના ભ્રમમાં જીવતું હતું. કરોડો રૂપિયાના તોતીંગ બજેટ, વિદેશી લોકેશન્‍સ અને આક્રમક પીઆર સ્‍ટંટને જ તેઓ સફળતાની ચાવી માનતા હતા. એક નાની અને પ્રામાણિક ફિલ્‍મે આ સમગ્ર પોકળ સામ્રાજ્‍યને ધૂળ ચાટતું કરી દીધું છે. હવામાં ઉડતા ખાનખાના અને કરોડો રૂપિયા ફી લેતા હીરા-હીરીના સ્‍ટારડમને ‘હનુમાન અંશ' ફિલ્‍મે એક ઝાટકે જમીન પર લાવી મૂકયા છે. આ સફળતાએ સ્‍પષ્ટ કરી દીધું છે કે દર્શકો હવે આડંબર અને વાસ્‍તવિક સિનેમા વચ્‍ચેનો તફાવત ખૂબ સારી રીતે સમજે છે.

બોલીવૂડના નિર્માતાઓ પાસે  મજબૂત વાર્તાઓનો દુકાળ વર્તાઈ રહ્યો છે. પોતાની નબળી વાર્તા અને ફ્‌લોપ કન્‍ટેન્‍ટને ઢાંકવા માટે તેઓ નિતનવા ગતકડાં શોધે છે. ફિલ્‍મ રિલીઝ થવાની હોય ત્‍યારે જ ધાર્મિક કે સામાજિક વિવાદો ઊભા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કરોડો રૂપિયા પાણીની જેમ વહાવીને કળત્રિમ ટ્રેન્‍ડ બનાવવામાં આવે છે. ટેકનોલોજીના નામે આંખોને ખૂંચે તેવા મોંઘા ગ્રાફિક્‍સનો અતિરેક કરવામાં આવે છે. પરંતુ આ તમામ તુક્કાઓ બોક્‍સ ઓફિસ પર ધડાકાભેર પછડાઈ રહ્યા છે.

તેનાથી સાવ અલગ, ‘હનુમાન અંશ' ફિલ્‍મ સામાન્‍ય ખર્ચ અને અસામાન્‍ય સિદ્ધિનું જ્‍વલંત ઉદાહરણ બનીને ઉભરી છે. કોઈ મસમોટા સ્‍ટાર્સ, હાઈ-પ્રોફાઈલ બ્રાન્‍ડિંગ કે તોતીંગ પબ્‍લિસિટી વગર બનેલી આ ફિલ્‍મે કલ્‍પના બહારની પ્રચંડ કમાણી કરી છે. આ ફિલ્‍મનું સૌથી મોટું પ્રેરક પાસું તેનો મૂળ ભારતીય આત્‍મા અને સંસ્‍કળતિ પ્રત્‍યેની નિષ્ઠા છે. મર્યાદિત સાધનો હોવા છતાં ફિલ્‍મનું વિઝ્‍યુઅલ પ્રેઝન્‍ટેશન અદ્વુત હતું. વાર્તામાં છલોછલ ભાવનાત્‍મક સબળતા અને લોકકથાનું પ્રાકળતિક જોડાણ હતું. દૈવી સંગીતે દર્શકોને થિયેટરમાં રોમાંચિત કરી દીધા.

આ સફળતા બોલીવૂડના પોકળ મોડેલ પર સણસણતો તમાચો છે. તર્ક એકદમ સાદો અને સોલિડ છેઃ સિનેમા કયારેય બેંક બેલેન્‍સથી નથી ચાલતું, તે કન્‍ટેન્‍ટની ક્ષમતાથી ચાલે છે. જ્‍યારે માર્કેટિંગના તમામ તુક્કાઓ નિષ્‍ફળ જાય છે, ત્‍યારે માત્ર દર્શકોનો માઉથ-ટુ-માઉથ પ્રચાર જ વિજેતા બને છે. ‘હનુમાન અંશ' ફિલ્‍મે બોલીવૂડના દંભી કલ્‍ચરનો ધ્‍વંશ કરીને સાચા અર્થમાં પૌરાણિક કથા અને પ્રામાણિક કળાની તાકાતનો પુનર્જન્‍મ કરાવ્‍યો છે.

નીમકરૌલી બાબાના જીવન આધારિત ફિલ્‍મમાં આટલી તાકાત હોય તો બાબાનું વાસ્‍તવિક જીવન કેવું હશે? અધ્‍યાત્‍મના નામે માર્કેટમાં રહેલા બાબાઓ અને બાબીઓને પણ આ ફિલ્‍મ ઘણું શીખવી જાય છે. મેકઅપ્‌ કરીને કેમેરા સામે ગોઠવાઈ જતા ચોકલેટી મહાત્‍માઓને આ ફિલ્‍મ સંદેશ આપે છે કે, અસલી પાવર દંભ કે દેખાડામાં નહિ, આંતરિક ઝગમગાટમાં હોય છે. (૩.૨)

(10:53 AM IST)