<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

૭૫ ગોૈરવઃ પાંચ ત્રાહીમામ

મોદીજીના સાડા સાત દાયકા એટલે અકલ્‍પનીય ઉર્જા,આકર્ષણ, તાકાત અને સિધ્‍ધિઓનો સંગમઃ ઐતિહાસિક અને અજેય નેતૃત્‍વ

 

 

 વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ૭૫ વર્ષ એટલે માત્ર એક વયજૂથનો આંકડો નથી, પરંતુ અકલ્‍પનીય ઊર્જા, પ્રચંડ આકર્ષણ અને ઐતિહાસિક અજેયતાનો જીવંત વિસ્‍ફોટ છે. સાડા સાત દાયકાની આ જીવનયાત્રામાં તેમણે સામાન્‍યથી અસામાન્‍ય તરફ પ્રગતિ કરી છે. મોદીજીએ ગુજરાતના મુખ્‍યમંત્રીથી વડાપ્રધાન સુધીની સત્તાની સફરના પચ્‍ચીસ વર્ષ પણ પૂરા કર્યા છે.  ભારતનું નામ વિશ્વના સર્વોચ્‍ચ શિખરે પહોંચાડ્‍યું છે. તેમની એક હાકલ પર દુનિયાના મહાસત્તાધીશો નમે છે. તેમની નિર્ણયશક્‍તિ, અખંડ મહેનત અને રાજકીય તાકાત આજે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનો અખૂટ સ્‍ત્રોત બની છે. મોદીજી એટલે રાષ્‍ટ્રના ગૌરવનું એવું શિખર જેને આંબવું સાચે જ અશકય છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ જુઓ તો ચિત્ર અત્‍યંત કરૂણ અને વિરોધાભાસી છે. યોગાનુયોગે ગુજરાતના મુખ્‍યમંત્રી શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહ્યા છે, દિલ્‍હીમાં બેઠેલા નેતા પાસે પ્રચંડ વિઝન છે, પણ ગાંધીનગરની ગાદી પર બેઠેલા શાસકો પાસે દ્રષ્ટિનો સદંતર અભાવ છે. સામે કોઈ પ્રબળ વિરોધ પક્ષ નથી, સત્તાની અપરંપાર તાકાત છે, છતાંય વર્તમાન સરકાર એકપણ જ્‍વલંત મુદ્દો વટથી કે તાકાતથી ઉકેલી શકી નથી.

સચિવાલયના બંધ ઓરડાઓથી લઈને શેરીઓ સુધી એક જ ચર્ચા છેラસરકારનો પોતાના જ નેતાઓ કે સરકારી અધિકારીઓ પર કોઈ કાબૂ જ નથી રહ્યો. અમલદારશાહી બેલગામ બનીને રાજ કરી રહી છે. નેતાઓ માત્ર માઇક સામે મોટી મોટી વાતોના બલૂન ફોડે છે, પરંતુ પ્રજાના પ્રાથમિક અને નાના નાના પ્રશ્નો આજેય રઝળે છે. મોદીજીના દિલ્‍હી પ્રયાણ બાદ ગુજરાતને અત્‍યાર સુધીનું સૌથી નિસ્‍ક્રિય અને નબળું નેતળત્‍વ પ્રાપ્‍ત થયું છે.

મોદીજીના ૭૫ વર્ષ દેશવાસીઓ માટે છાતી ઠોકીને લેવા જેવા ગૌરવનો અહેસાસ છે, જ્‍યારે બીજી તરફ ગુજરાત સરકારના આ પાંચ વર્ષ પ્રજા માટે કેવળ ત્રાહીમામ અને આક્રોશનો અનુભવ છે. અફસોસ એ વાતનો છે કે જે મોદીજીની કાર્યશૈલીમાંથી વિશ્વના વડાઓ પાઠ ભણે છે, ગુજરાતનું એકપણ નેતું મોદીજીના વ્‍યક્‍તિત્‍વમાંથી કશુંય શીખી શકયું નથી! અંધારામાં અથડાતું આ નેતળત્‍વ પ્રજાની ધીરજની કસોટી કરી રહ્યું છે.

મોદીજીનું વ્‍યક્‍તિત્‍વ પડકારોને પડકારીને નિર્ણાયક સિધ્‍ધિ પ્રાપ્‍ત કરનારૂ  છે. ગુજરાતનું નેતું વગર પડકારે પણ કંઇ ઉકાળી શકતું નથી. ગુજરાતમાં કાયદો વ્‍યવસ્‍થાથી માંડીને સામાન્‍ય જીવન અસ્‍ત વ્‍યસ્‍ત બન્‍યું છે. મોદીજીનો જન્‍મોત્‍સવ સેવા સંકલ્‍પ તરીકે ઉજવવા ભાજપીઓ થનગને છે, પણ હકીકત એ છે કે, મોદીજીના નામે મત મેળવીને શાસનનું ગતકડું તેમને ચાલતું રાખવું છે. ગુજરાતનું એક પણ નેતુ એવું નથી કે, તેમના નામે પાંચ બેઠકો જીતી શકાય. આ બાબત દર્શાવે છે કે, ગુજરાતમાં પ્રભાવી નેતાગીરીનો કારમો દુષ્‍કાળ છે.

(10:45 AM IST)