હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘મામા' બનવાનો થનગનાટ!
મોંઘા મોબાઇલ ખરીદવા લાઇનો લાગીઃ બ્રાન્ડિંગના ખેલ, અછતની માનસિકતા, પ્રચારનો કીમિયોઃ આને ઇન્ડિયા સાઇનિંગ નહિ, ગુલામ માનસિકતા ઝગમગી કહેવાય...
આઈફોનના નવા મોડેલના લોન્ચિંગ સાથે જ મુંબઈ, દિલ્હી જેવા દેશના મોટા શહેરોના એપલ સ્ટોર્સ બહાર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી. દેશના મુખ્ય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આ દ્રશ્યો ચમકી ઉઠયા. પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ બ્રાન્ડ છે જ, પણ તેને જે રીતે રજૂ કરવામાં આવે છે, તે જુદા ખેલ લાગે છે. ગ્રાહકોની લાઈનોની આ ઘટનાને મોટો ક્રેઝ અને ‘ઇન્ડિયા સાઈનિંગ'ના એક ચમકતા પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી. પરંતુ વાસ્તવિકતા અને ઊંડા વિશ્લેષણથી જોઈએ તો, દેશની આર્થિક પ્રગતિ નથી પણ વિદેશી કંપનીનો સુનિયોજિત‘બ્રાન્ડિંગનો ખેલ' અને ગ્રાહકોની ગુલામ માનસિકતાનું વરવું પ્રદર્શન હોવાનું નથી દર્શાતું?
સવા અબજથી પણ વધુ વસ્તી ધરાવતા વિશાળ ભારતમાં માત્ર બે-પાંચ હજાર લોકો સ્ટોર બહાર લાઈનમાં ઊભા રહે, તેને કોઈ કાળે દેશનો વ્યાપક ક્રેઝ કે પછી પ્રજાની આર્થિક સમળદ્ધિ ન ગણી શકાય. આ લાઈનો પાછળ માર્કેટિંગ અને માનસશાષાનો મોટો ખેલ છુપાયેલો હોય છે. બજારમાં ‘કળત્રિમ અછત' ઊભી કરવામાં આવતી હોય છે. આ અછત અને લાઈનોના દ્રશ્યો બતાવીને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલો પરથી પ્રચાર મેળવવાનો આ એક અદ્ભુત કીમિયો છે.
આવી લાઈનમાં ઊભા રહેનારાઓમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો જોવા મળે છે. એક તો એવા લોકો જેઓ બ્રાન્ડ અને સ્ટેટસ સિમ્બોલના સંપૂર્ણ આદી બની ચૂકયા છે. બીજા એવા લોકો છે જેઓ આક્રમક પ્રચાર અને વિજ્ઞાપનોનો ભોગ બનતા હોય છે. એટલું જ નહીં, ઘણી વખત આ ઉત્સવ જેવા માહોલને ન્યૂઝ કવરેજ આપવા માટે ખાસ સેટિંગ્સ પણ કામ કરતા હોય છે.
લાખો રૂપિયાના મોંઘાદાટ ફોન મેળવવા માટે રાત-દિવસ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો આ માનસિક થનગનાટ કોઈ પણ હિસાબે દેશની સાચી પ્રગતિ દર્શાવતો નથી. ખરીદ શક્તિ વધવી સારી બાબત છે, પરંતુ વિદેશી ઉત્પાદન મેળવવા માટે આ પ્રકારે લાઈનો લગાવવી એ ‘ઇન્ડિયા સાઈનિંગ' નથી. તે માત્ર વિદેશી બ્રાન્ડ્સ સામે ભારતીય ઉપભોક્તાઓની અંધાનુકરણ કરવાની માનસીકતા ઝગમગી રહી હોવાનું લોકો માનતા થવા લાગ્યા છે.
આવા ખેલ સંખ્યાબંધ કંપની પોતાના સ્તરે બ્રાન્ડિંગ તથા માર્કેટિંગના નાખતી હોય છે. માર્કેટમાં થતા ખેલનું તટસ્થ અને નિઃસ્વાર્થ વિશ્લેષણ કરવા માટે કોઇ સત્તાવાર સંસ્થાની જરૂરત છે. બ્રાન્ડિંગ કે માર્કેટિંગ કરવું એ ગુન્હો નથી, પણ જે વૃતિ જોવા મળે છે તે બરાબર નથી દર્શાતી આ બાબતે મિડીયા માટે પણ તટસ્થ અભ્યાસ અને વિશ્લેષણ અનિવાર્ય પાસુ બન્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
