હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છાત્રો કી ગુંજ.. પણ મતની અછત
Zen -G અને છાત્રોને ટાર્ગેટ કરીને રાહુલે મહાઅભિયાન છેડયું, પણ ડીયુની પ્રતિષ્ઠિત ચુંટણીમાં NSUIનું ફિંડલુ વળી ગયું: માત્ર દેકારા કરવાથી મત ન મળે
દિલ્હી યુનિવર્સિટી ડીયુ છાત્ર સંઘની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસની યુવા રાજનીતિનું પોકળપણું ખુલ્લું પાડી દીધું છે. એક તરફ ઇન્દોરમાં રાહુલ ગાંધી છાત્રો કી ગુંજ' કાર્યક્રમ દ્વારા Gen-Z ને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે જ ડીયુમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એક પણ બેઠક ન મેળવી શકી અને તેનું સંપૂર્ણ ફિંડલું વળી ગયું. માત્ર સ્ટેજ પરથી દેકારા કરવાથી કે કોમેડીના ખેલ કરીને ભીડ ભેગી કરવાથી જનાદેશ મળતો નથી. ચૂંટણી જીતવા માટે જમીની સ્તરે કાર્યકર્તાઓનું મજબૂત નેટવર્ક અને લોકોમાં ગાઢ વિશ્વાસ ઊભો કરવો જરૂરી છે.
કોકરોચના ખેલ બાદ રાહુલ ગાંધીએ યુવા મતદારોને ટાર્ગેટ કરીને દેશભરમાં મહા અભિયાન છેડ્યું છે. યુવા અને ખાસ કરીને છાત્ર વર્ગના કાર્યક્રમો સતત આપે છે. તીખા નિવેદનો કરીને ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે. જો કે રાહુલની મોટી મુશ્કેલી એ છે કે, પોતાના અભિયાનને મતમાં પરિવર્તિત કરી શકતા નથી. ડીયુની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠક મળી. છાત્રો રાહુલના કાર્યક્રમમાં ઉમટયા, પણ મત ન આપ્યો.
મત મેળવવા માટે રાજકીય પક્ષોએ નક્કર રણનીતિ અપનાવવી પડે છે. સૌપ્રથમ, યુવા કે સામાન્ય મતદારો સમક્ષ માત્ર શાસક પક્ષની માત્ર ટીકા કરવાને બદલે પોતાનું સ્પષ્ટ અને વ્યવહારૂ વિઝન રજૂ કરવું જોઈએ. ઈવેન્ટ મેનેજમેન્ટ કે સોશિયલ મીડિયાના હાઈપથી ભીડ તો ખેંચાઈ આવે છે, પણ મતપેટી સુધી એ ભીડ ત્યારે જ પહોંચે છે જ્યારે નેતાગીરીમાં ગંભીરતા દેખાય. જો નેતા પોતે જ હાસ્યાસ્પદ કે કાર્ટૂન જેવી છાપ ઊભી કરે, તો મતદારો તેને કયારેય દેશ કે યુનિવર્સિટીનું ભવિષ્ય સોંપતા નથી.
બીજી તરફ પક્ષે કેડર બેઝડ સંગઠન બનાવવું પડે છે. વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકોના રોજિંદા પ્રશ્નો, જેમ કે ફી વધારો, હોસ્ટેલ, રોજગારી કે સ્થાનિક સમસ્યાઓ પર સતત કામ કરવું પડે છે. ફક્ત ચૂંટણી ટાણે જાગીને ‘મહાઅભિયાન' છેડવાથી મત નથી મળતા. હાલ દેશમાં વિપક્ષ માટે અતિ શ્રેષ્ઠ અને અનુકૂળ માહોલ હોવા છતાં, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે યોગ્ય નેતાગીરી અને રણનીતિનો ભારે અભાવ છે.
મતદારો જાગળત છે. તેઓ માત્ર નારેબાજીથી ભ્રમિત થતા નથી. પક્ષોએ જમીની વાસ્તવિકતા સમજીને વચનો અને આચરણ વચ્ચે સુમેળ સાધવો પડશે. જ્યાં સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પોતાની કાર્યશૈલી બદલીને લોકોનો વિશ્વાસ સંપાદિત નહીં કરે, ત્યાં સુધી ચૂંટણી પરિણામોમાં આ જ રીતે પરાજયનો સામનો કરવો પડશે. પેપર ફૂટવા જેવા રિયલ મુદે છેલ્લા પાંચેક મહિનાથી રાહુલ ગાંધી દેશભરમાં સતત અભિયાન ચલાવે છે, પણ હકીકત એ છે કે, ચૂંટણીઓમાં મત મળતા નથી. મત એ રાજકીય પક્ષનો ઓક્સીજન છે, તેના વગર પક્ષનું અસ્તિત્વ શકય નથી. દિલ્હી યુનિ.માં કોંગ્રેસ માત્ર કનૈયા કુમાર નામમા નેતાના ભરોસે રહી અને છાત્રો કી ગુંજની હવા નીકળી ગઇ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
