હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટેકો આપનારને કોઇનો ટેકો નહિ!
સોનમ વાંગચુક એકલા અટુલાઃ કોકરોચથી માંડીને આપ, કોંગ્રેસ કોઇ ફરકતું નથીઃ સોનમને પણ પ્રસિધ્ધિનો અપચોઃ સ્વાર્થીલી રાજનીતિ ફરી વાર ઉઘાડી પડી
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પ્રકરણ વધારે ગંભીર બનતું જાય છે. વિપક્ષ આ મુદ્દે એક બનીને મેદાનમાં આવી ગયો છે. રાજનીતિના જીવડાં પણ આ બાબતે સક્રિય બન્યા છે. કોકરોચે શિક્ષણ અભિયાન પડતું મૂકીને ફરી દિલ્હી પકડ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરને ૪૮ કલાકમાં રાજીનામું આપવા અલ્ટીમેટમ કોકરોચે આપ્યું છે. જો કે કોકરોચની તાકાત ખૂબ ઘટી ગઇ છે. આંતરિક ફાટા પડ્યા છે, ઉપરાંત સોનમ વાંગચુક જેવા મોભીઓ ગાયબ છે. સોનમના નામે કોકરોચે દેશ- દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી હતી, હાલ સોનમે મોટા ઉપાડે ખુદની લડાઈ આદરી છે, પણ તેઓની દશા બિચારા જેવી બની ગઇ છે. પેપરકાંડમાં સોનમે કોકરોચને ટેકો આપ્યો, પણ હાલ તેને ટેકો આપનાર કોઇ નથી. સોનમ માટે કોકરોચ, કોંગ્રેસ, આપ તથા વિપક્ષે દેકારા કર્યા હતા, હાલ સોનમની લદાખ લડતમાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત નથી.
લદ્દાખના પર્યાવરણ અને સ્થાનિક લોકોના અધિકારો માટે સતત અવાજ ઉઠાવનારા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક આજે પોતાના જ આંદોલનમાં એકલા પડી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂતકાળમાં અનેક આંદોલનો અને મુદ્દાઓને ટેકો આપનારા વાંગચુકને આજે જ્યારે જરૂર છે, ત્યારે તેમની મદદે કોઈ આવતું નથી.
આંદોલન અને વિરોધ પ્રદર્શનના આ મહત્વપૂર્ણ તબક્કે કોંગ્રેસ,આપ કે અન્ય વિપક્ષી દળો તરફથી તેમને કોઈ નક્કર સહયોગ મળ્યો નથી. રાજકીય નેતાઓ અને સંસ્થાઓએ જાણે આ સમગ્ર મુદ્દે હાથ ખંખેરી લીધા છે. કોકરોચથી માંડીને કોંગ્રેસ સુધીનું કોઈ પણ જૂથ કે નેતા તેમની પડખે ઊભા રહેવા માટે તૈયાર નથી.
અગાઉના સમયમાં સોનમ વાંગચુકને દેશભરમાંથી મોટો જનસંપર્ક અને સમર્થન મળતું હતું. પરંતુ સમયાંતરે તેમના બદલાતા વલણો અને સતત મીડિયામાં રહેવાની ઘેલછાને કારણે હવે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે તેમને પણ પ્રસિદ્ધિનો અપચો થયો છે. સતત ચર્ચામાં રહેવાની તેમની માનસિકતાએ તેમની વિશ્વસનિયત ઘટાડી દીધી છે.
આ સમગ્ર ઘટનાક્રમથી દેશની સ્વાર્થીલી રાજનીતિ ફરી એકવાર દેશવાસીઓ સમક્ષ ઉઘાડી પડી છે. રાજકીય પક્ષો અને ચોક્કસ જૂથો પોતાના સ્વાર્થ ખાતર લોકોનો ઉપયોગ કરે છે. જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય અથવા મુશ્કેલીનો સમય આવે, ત્યારે આંદોલનકારીઓને રસ્તા પર એકલા છોડી દેવામાં આવે છે.
લદ્દાખની માંગણીઓ અને પર્યાવરણના મુદ્દાઓ માટે શરૂ થયેલું આ આંદોલન હવે નેતળત્વ અને સમર્થનના અભાવે નબળું પડી રહ્યું છે. જે વ્યક્તિ બીજાના પડછાયા બનીને ટેકો આપતી હતી, આજે તેને પોતાનો ટેકો આપવા માટે કોઈ જ હાજર નથી. વિપક્ષની રાજકીય સગવડતા અને સ્વાર્થની આ રમત સામાજિક આંદોલનોની કરૂણ વાસ્તવિકતા છતી કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
