હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીઃ બ્રાન્ડ ટનાટન પ્રોડકટ નબળી!
ખરા સમયે ગાંધી વિચારનો અમલ ગાંધીજી જ કરી શકયા ન હતાઃ અપ્રસ્તુત આદર્શવાદઃ કોંગ્રેસે ગાંધી બ્રાન્ડને અન્યાય કર્યો, ભાજપ ગાંધી બ્રાન્ડનો ગેરલાભ લે છે
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જ્યારે દેશભરમાં તેમને યાદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકારણ અને સમાજમાં ગાંધીજીના વિચારોનું મૂલ્યાંકન એક અનિવાર્ય પ્રશ્ન બની જાય છે. ભારતીય રાજનીતિમાં આજે ‘ગાંધી' એક એવી બ્રાન્ડ બની ગઈ છે જેનું નામ માત્ર ટનાટન અને અફલાતુન છે, પરંતુ તેની વાસ્તવિક પ્રોડક્ટ્સ એટલે કે તેના વિચારો અને આદર્શો વ્યવહારમાં અત્યંત નબળા સાબિત થયા છે.
જ્યારે દેશને એક નક્કર, વ્યવહારૂ અને મજબૂત રાષ્ટ્રવાદી નેતળત્વની જરૂર હતી, ત્યારે ભારતને ‘સત્યના પ્રયોગો' કરનાર ગાંધીજી મળ્યા. કમનસીબે, તેમના આ પ્રયોગો અને વિચારો દેશને આજે પણ ભારે પડી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે ગાંધીજીનો અતિ-આદર્શવાદ ભૂતકાળમાં અપ્રસ્તુત હતો, વર્તમાનમાં પણ અપ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ તે વ્યવહારૂ રાજનીતિ માટે અપ્રસ્તુત જ રહેશે. સૌથી મોટો વિરોધાભાસ તો એ છે કે જ્યારે ઇતિહાસ રચવાનો અને દેશના ભવિષ્યને આકાર આપવાનો સમય આવ્યો, ત્યારે ખુદ ગાંધીજી પોતાના આદર્શો અને વિચારોનો અમલ કરી શકયા ન હતા.
આ વાતનું સૌથી મોટું ઉદાહરણ દેશની આઝાદી પછીનું પ્રથમ નેતળત્વ છે. જ્યારે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનાવવા માટે કોંગ્રેસ સમિતિના મોટાભાગના મતો મળ્યા હતા, ત્યારે ગાંધીજીએ પોતાના જ સત્ય અને ન્યાયના પ્રયોગો તડકે મૂકીને જવાહરલાલ નેહરૂને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવ્યા. જો ગાંધીજીએ પોતાના જ આદર્શો પર અડગ રહીને સાચો નિર્ણય કર્યો હોત, તો દેશનો ઇતિહાસ કંઈક અલગ જ હોત.
આઝાદી પછીથી લઈને આજદિન સુધી ભારતીય રાજનીતિ આખી ‘ગાંધી' નામની બ્રાન્ડ ફરતે જ ઘૂમતી રહી છે. રાજકીય પક્ષો માટે આ બ્રાન્ડ સત્તા મેળવવાની માત્ર એક સીડી બની ગઈ છે. એક તરફ દાયકાઓ સુધી શાસન કરનાર કોંગ્રેસ પક્ષે ગાંધીજીના નામે રાજકારણ કરીને વાસ્તવમાં તેમને અને તેમના વિચારોને અન્યાય કર્યો, તો બીજી તરફ વર્તમાન સમયમાં ભાજપ પણ ગાંધી બ્રાન્ડનો રાજકીય લાભ અને ગેરલાભ લેવામાં પાછળ નથી રહ્યું.
આ સમગ્ર રાજકીય ખેંચતાણમાં સૌથી મોટું નુકસાન એ થયું છે કે ગાંધીજીના નામે બાહ્ય દેખાવ અને બ્રાન્ડિંગ તો જોરશોરથી થાય છે, પરંતુ વાસ્તવિક ‘ગાંધી વિચાર' રાજનીતિ અને સમાજમાંથી સતત અદ્રશ્ય થતો ગયો છે. સમય આવી ગયો છે કે આપણે નામની રાજનીતિ છોડીને દેશના વાસ્તવિક વિકાસ અને નક્કર રાષ્ટ્રવાદ તરફ આગળ વધીએ.
ગાંધીજીના ગુજરાતમાં ગાંધીજીના નામે દારૂબંધી છે, પણ ભાજપી શાસકોની અસીમ કળપાથી રાજ્યભરમાં દારૂ ઉપરાંત અન્ય ઘાતક નશાની રેલમછેલ ચાલે છે. ભાજપનો ગાંધીવાદ ખુદ ગાંધીજીને ચક્કર આવી જાય તેવો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
