હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાપુ,રાજકીય તલવાર કટાઇ ગઇ !
શંકરબાપુએ રાજનીતિનો પોૈરાણિક આલાપ છેડયોઃ વિપક્ષે ગુજરાતમાં ગતકડાં કરવાને બદલે લોક-સમસ્યા પર ફોકસ કરવું જરૂરીઃ કોંગ્રેસે કટાયેલી તલવારથી બચવું પડશે...
‘માફી માંગવાનો સવાલ જ નથી, હું ચીલાચાલુ નેતા નથી!' મેલું ઉપાડવાના વિવાદિત અને અસંવેદનશીલ નિવેદન પર ઘેરાયેલા શંકરસિંહ વાઘેલાની આ મનોવળત્તિ શું દર્શાવે છે. ચોમેરથી ફિટકાર વરસી રહ્યો હોવા છતાં બાપુ પોતાના નિવેદન પર અડગ છે. તેઓ નવા યુગની રાજનીતિમાં જૂનો અને પૌરાણિક આલાપ છેડી રહ્યા છે. બાપુએ હવે સ્વીકારી લેવું જોઈએ કે એમની રાજકીય તલવાર પૂરેપૂરી કટાઈ ગઈ છે.
એક સમયે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનો ભારે દબદબો હતો. તેમના એક ઈશારે સરકારો હચમચી જતી હતી. પરંતુ તેઓ પોતાની નબળી પડી ગયેલી અને એક્સપાયર્ડ બ્રાન્ડને નવા ઝળહળતા પેકિંગમાં લોન્ચ કરવા હવાતિયાં મારી રહ્યા છે. ભૂતકાળમાં તેઓ શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા ચોક્કસ હતા. પરંતુ સમય સાથે બદલાતા રાજકીય પ્રવાહને પારખવામાં તેમણે ભારે થાપ ખાધી હતી. પરિણામે, આજના આધુનિક રાજકારણમાં તેઓ તદ્દન ‘આઉટ ઓફ ડેટ' થઈને ફાજલ પડી ગયા છે.
ગુજરાત કોંગ્રેસે પણ ભૂતકાળમાં બાપુને પક્ષનું સુકાન સોંપવાનો આત્મઘાતી પ્રયોગ કરી જોયો હતો. પરંતુ એ સાહસનું પરિણામ સાવ શૂન્ય આવ્યું. પક્ષના સંગઠનથી લઈને ચૂંટણી પરિણામો સુધીના તમામ મોરચે બાપુ તદ્દન નિષ્ફળ સાબિત થયા. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓ ફરીથી કોંગ્રેસમાં જવા માટે થનગની રહ્યા છે.
હાલમાં દલિત-સવર્ણ વિવાદ છેડીને તેઓ પોતાને નવેસરથી વિપક્ષના ‘મસીહા' તરીકે ચમકાવવાનો ઇરાદો રાખી રહ્યા છે. સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઉપાયોને બદલે વિપક્ષે પ્રજાની વાસ્તવિક અને સળગતી લોક-સમસ્યાઓ પર ફોકસ કરવું અત્યંત જરૂરી છે. કોંગ્રેસે ખાસ કરીને આ નેતાઓથી બચવું જ પડશે.
સચ્ચાઈ એ છે કે શંકરબાપુની આ રાજકીય તલવાર બે દાયકા પહેલાં જ ધાર વગરની થઇ ચૂકી છે. આવી તલવાર વડે રણમેદાનમાં ઊતરીને કયારેય યુદ્ધ જીતી શકાતું નથી, માત્ર તમાશો બને છે. બાપુએ હવે સમજી લેવું જોઈએ કે ગુજરાતની જનતા તેમના આ જૂના અને કંટાળાજનક ગતકડાઓથી પૂરેપૂરી કંટાળી ચૂકી છે.
ગુજરાતમાં વિપક્ષ માટે ઉત્તમ માહોલ છે. નબળા શાસકો સામે કુદરતી લોક આક્રોશ છે. જ્ઞાતિવાદથી માંડીને વિચારધારા અને ટોંચના નેતળત્વમાં ભાજપ હજુ સ્ટ્રોંગ છે. વિપક્ષે ભાજપની નબળાઈ પકડવાની જરૂર છે. શેરીથી માંડીને ગાંધીનગર સ્તરના પ્રશ્નો જડબા ફાડીને ઉભા છે. આ સામે ભાજપીઓની બોલતી બંધ થઈ જાય છે. વિપક્ષે કોઈ જ ગતકડાં કરવાને બદલે લોકોને સાથે રાખીને શાસકો સામે હલ્લો કરવાની રણનીતિ પર જ ફોકસ કરવું જરૂરી છે. અન્ય તમામ ગતકડાંમાં ભાજપ ફાવવા નહિ દે. વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે લોકોનો વિશ્વાસ જીતવા અને લોકોની મૂળ સમસ્યાઓ મુદે સરકારને ઘેરવા તાકાત લગાવવી જરીરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
