હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેકારા કરવાથી મત ન મળે
કોંગ્રેસના સતત આંદોલન, પણ પેટા ચૂંટણીઓમાં કંઇ ન ઉપજયું: સતત વિરોધથી શાસન વિરોધી માહોલ બને, પણ લોકોનો વિશ્વાસ પોતાનામાં પ્રસ્થાપિત થાય તેવા કોઇ કાર્યક્રમ કોંગ્રેસ કે વિપક્ષ દ્વારા થતા નથી
તાજેતરમાં યોજાયેલી વિવિધ રાજ્યોની પેટા ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને મોટાભાગની બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામો વિપક્ષી પક્ષ કોંગ્રેસ માટે ભારે નિરાશાજનક રહ્યા છે અને ભવિષ્યની ચૂંટણીઓ માટે મોટી ખતરાની ઘંટી સમાન સાબિત થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ તથા દેશભરમાં યુવાપેઢી દ્વારા વિવિધ મુદ્દાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનો વચ્ચે યોજાયેલી આ ચૂંટણીઓના નતીજાઓ દેશની વર્તમાન રાજનીતિ અંગે ૫ાંચ મોટા સંકેતો આપે છે.
પ્રથમ સંકેત એ છે કે માત્ર રસ્તાઓ પર ઉતરીને વિરોધનો ‘દેકારો' બોલાવવાથી કે હોબાળો મચાવવાથી મતપેટીઓ ભરાતી નથી. કોંગ્રેસ દ્વારા અવારનવાર વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનો યોજીને સરકાર ઘેરાવના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ પરિણામો દર્શાવે છે કે આ આંદોલનો ચૂંટણીના દિવસે વોટમાં રૂપાંતરિત થઈ શકતા નથી.
બીજો સંકેત એ છે કે સરકાર વિરોધી માહોલ ઊભો કરવાના સતત પ્રયાસો છતાં કોંગ્રેસ જનતા સમક્ષ પોતાને એક મજબૂત અને કાર્યક્ષમ વિકલ્પ તરીકે રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
ત્રીજો સંકેત વિપક્ષ પ્રત્યે પ્રજાના વિશ્વાસના અભાવનો છે. સતત આંદોલનો કરવા છતાં કોંગ્રેસ નેતળત્વ સામાન્ય મતદારોમાં પોતાના પ્રત્યે દિલથી વિશ્વાસ જગાડી શકયું નથી, જેને કારણે મતદારો ભાજપના શાસન અને સ્થિરતા પર જ વધારે પસંદગી ઉતારે છે. ચોથો સંકેત યુવા આંદોલનોની મર્યાદા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર કે રસ્તાઓ પરનો આક્રોશ ગમે તેટલો દેખાય, પરંતુ જો તે આક્રોશને યોગ્ય ચૂંટણી વ્યૂહરચના અને મજબૂત સંગઠન સાથે ન સાંકળવામાં આવે તો રાજકીય રીતે તે નિરર્થક સાબિત થાય છે. પાંચમો અને અંતિમ સંકેત એ છે કે ભાજપનું બૂથ સ્તરનું ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક માળખું વિપક્ષની સરખામણીએ અત્યંત મજબૂત છે.
રાજકારણમાં માત્ર દેકારા કે આંદોલનો કરવાથી કશું ઉપજવાનું નથી. જો કોંગ્રેસે પોતાનો આધાર મજબૂત કરવો હોય અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવું હોય, તો માત્ર વિરોધ કરવાની નીતિ છોડીને જનતા વચ્ચે જઈને નક્કર કાર્ય કરવું પડશે અને પ્રજાનો વિશ્વાસ જીતવો પડશે. આડાઅવળા ગતકડાંને બદલે લોકોની સમસ્યાઓના મુદે જ વિપક્ષે મેદાનમાં આવવું પડે. લોકશાહીમાં લોકોનો વિશ્વાસ જીતવો એ જ કોઇ પણ પક્ષની મજબૂતી ગણાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
