હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મસ્ક અને મસ્કાઃ ભારત આક્રમક બને
એલન મસ્કને વ્યવસાય કરવો હોય તો વિવેક જાળવવો પડેઃ આવા તત્વોને સહન કર્યે રાખવાની જરૂર નથીઃ ભારતે તેની બોલતી બંધ કરવી જ જોઇએ
ાા ૐ ક્રીં કાલીકાયૈ નમઃ ાા
શક્તિની સાધનાના મહા પર્વ નવરાત્રીનો મંગલારંભ થઇ ગયા ે છે. રાક્ષસી તાકાતો સામે તાંડવ કરીને તેને મ્હાત કરીને દિવ્ય-શક્તિના પ્રભાવને પ્રસ્થાપિત કરવાનું આ પર્વ છે. ભારતભૂમિ વિશેષ છે, તે બાબતને ચરિતાર્થ કરવા પ્રકળતિ સતત મોકો આપે છે, આપણે દિવ્યતાનો પરચો દેખાડવામાં થોડા ઉણા ઉતરતા હોય તેમ લાગે છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પોતાની ટેકનોલોજી અને અબજો ડોલરની સંપત્તિના જોરે સમગ્ર દુનિયાને પોતાના ઈશારે નચાવવાનો ભ્રમ સેવી રહ્યા છે. તાજેતરમાં ભારતમાં તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ‘સ્ટારલિંક' માટે જરૂરી સુરક્ષા મંજૂરીઓ મળવામાં નિયમાનુસાર વિલંબ થતાં મસ્કે પોતાની મર્યાદા નેવે મૂકી દીધી છે. સોશિયલ મીડિયા પર ભારતીય ઉદ્યોગ સાહસિકો અને દેશની આત્મનિર્ભર નીતિઓ સામે કટાક્ષ કરીને તેમણે પોતાની અપરિપક્વતા અને અહંકાર છતા કર્યા છે. ભારત જેવા વિશ્વના સૌથી મોટા બજારને પોતાના દબાણ હેઠળ લાવવાનો મસ્કનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે.
મસ્કનો મુખ્ય વિવાદ એ છે કે તેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા નિયમો અને ડેટા લોકેલાઇઝેશનની કડક શરતોનું પાલન કર્યા વિના સીધો વેપાર કરવા માંગે છે. જ્યારે ભારત સરકારે ટેલિકોમ નિયમો હેઠળ સિકયોરિટી ક્લિયરન્સ માગ્યું, ત્યારે તેમણે આક્ષેપબાજી શરૂ કરી દીધી. પોતાને મુક્ત સ્પર્ધાના પક્ષધર ગણાવતા મસ્ક અમેરિકામાં ચીનની ઇલેક્ટ્રિક કાર કંપનીઓ સામે લોબિંગ કરીને પોતાના બિઝનેસને રક્ષણ અપાવે છે. અમેરિકામાં બેવડા ધોરણો અપનાવતા મસ્ક ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો સામે સવાલો ઉઠાવે તે તેમની બેવડી નીતિ દર્શાવે છે.
ભારત આવા તત્વો સામે આક્રમક વલણ અપનાવે તે જરૂરી છે. ભારતે કોઈ મલ્ટીનેશનલ કંપની કે તેના અહંકારી માલિક આગળ ઝૂકવાની જરાય જરૂર નથી. અબજો ડોલરનો વેપાર અને ૧૪૦ કરોડ ગ્રાહકોનું વિશાળ બજાર ધરાવતો ભારત દેશ કોઈના અહંકારને પોષવાનું સાધન નથી. એલન મસ્ક હોય કે અન્ય કોઈ ધનાઢય, જો તેમને ભારતના વિશાળ બજારમાં વ્યવસાય કરવો હોય તો ભારતની સંપ્રભુતા, કાયદા અને વિવેકનું પાલન કરવું જ પડશે.
આવા તત્વોને સતત સહન કર્યે રાખવાની કે મસ્કા મારવાની કોઈ જરૂર નથી. ભારત સરકારે અને ટેલિકોમ વિભાગે પોતાના કડક વલણથી મસ્કની બોલતી બંધ કરી દેવી જોઈએ. ભારતનો સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ : સપ્રભુતા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. જે કંપની ભારતના નિયમો માનશે તે જ અહીં વેપાર કરી શકશે. એલન મસ્કે યાદ રાખવું જોઈએ કે ભારત વગર તેમનો વિકાસ અપૂર્ણ છે, પણ મસ્ક વગર ભારત અટકવાનું નથી.
ભારતે આ બાબતને બેધડક પ્રસ્થાપિત કરવી જરૂરી છે. આ માટે મેદાનમાં ઉતરવામાં હિચકીચાટ રાખવાની જરૂર નથી. મસ્ક જેવા તત્વોને મુજરા કરાવવા અઘરા નથી, પણ આ માટે મનોબળ કેળવવું કઠીન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
