હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂતળા દહન બાદ પણ રાવણનું અટ્ટહાસ્ય!
પૂતળા બાળવાથી રાવણ વૃતિ મરતી નથીઃ લવ જેહાદથી માંડીને ગુન્હાખોરીમાં રાક્ષસી વૃતિ તાંડવ કરતી રહે છેઃ ત્રેવડ હોય તો તેની સામે બહાદુરી દેખાડો
ાા ૐ ક્રીં કાલીકાયૈ નમઃ ાા
દર વર્ષે વિજયાદશમીના પવિત્ર દિવસે દેશભરમાં રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. મોટી આતશબાજી થાય છે. લોકો હર્ષોલ્લાસ સાથે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરે છે. પરંતુ સવાલ એ છે કે, પૂતળું સળગી જવાથી રાવણનો અંત આવી જાય છે?
વાસ્તવિકતા એ છે કે પૂતળું ખાખ થઈ જાય છે. પણ રાવણનું બિહામણું અટ્ટહાસ્ય સમાજમાં નિરંતર ગુંજે છે. આપણે લાકડા અને કાગળના પૂતળાને બાળીને સંતોષ માની લઈએ છીએ. પરંતુ માણસની અંદર બેઠેલી રાવણ વળત્તિ મરતી નથી. તે વધારે મજબૂત બનીને તાંડવ કરે છે.
પરંપરાગત રીતે વિજયાદશમી એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. નકારાત્મક ઉર્જા પર સકારાત્મક ઉર્જાનો જય કરતું આ પર્વ છે. ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સનાતન ધર્મ અને નારીના સન્માનની રક્ષા કરી હતી. તે સમયે રાવણ એક હતો. પરંતુ આજના યુગમાં રાવણ કોઈ એક વ્યક્તિ નથી. તે એક વિકળત માનસિકતા બની ગયો છે. વર્તમાન સમયમાં આ રાક્ષસી વળત્તિ અનેક સ્વરૂપે સમાજને કોરી ખાએ છે.
સમાજમાં લવ જેહાદ જેવા કપટપૂર્ણ અને છળકપટથી ભરેલા કળત્યો વધી રહ્યા છે. નિર્દોષ દીકરીઓને જાળમાં ફસાવીને તેમનું જીવન બરબાદ કરવામાં આવે છે. શું આ રાક્ષસી વળત્તિ નથી? મહિલાઓ પર થતા અત્યાચારો, બળાત્કાર, અને નાની બાળકીઓ પરના ગુન્હા વધતા જાય છે. ગુન્હાખોરી, ભ્રષ્ટાચાર અને હિંસામાં આસુરી શક્તિઓ ખુલ્લેઆમ તાંડવ કરી રહી છે. વડીલોનું અનાદર અને ભાઈ-ભાઈ વચ્ચેનો દ્વેષ એ આજના રાવણના લક્ષણો છે. આ સામે માત્ર કાગળના પૂતળા બાળવાની નાટકબાજીથી કંઇ વળવાનું નથી.
હિન્દુત્વના નામે મત મેળવીને સત્તા પર ગોઠવાઈ જવું અને સામાન્ય હિન્દુ પરિવારોને સ્વમાન સુરક્ષા આપવા બંને અલગ બાબત છે. શાસકો અને તેના સમર્થકો વાતો મોટીમોટી કરે છે, પણ પૂતળા બાળવાથી વિશેષ કંઇ કરી શકતા નથી. રાસોત્સવ- ગરબામાંથી વિધર્મીઓને દૂર થવાનું કહી પણ શકતા નથી, વાતોના વડા જ ચાલતા રહે છે.
ત્રેવડ હોય તો સમાજમાં વ્યાપેલી આ વાસ્તવિક બદીઓ સામે લડો. કપટ, હિંસા અને નારી અનાદર સામે અવાજ ઉઠાવો. માત્ર સરકાર જ નહિ, લોકોએ પણ રાવણ વળત્તિથી દૂર રહેવું પડશે. સાચો વિજય ત્યારે જ ગણાશે જ્યારે દરેક વ્યક્તિ પોતાના મનમાં રહેલા કામ, ક્રોધ અને અહંકાર જેવા રાવણને નિયંત્રણમાં રાખવા સમર્થ બનશે. આપણે માત્ર પરંપરા ઉજવવાની નથી. વર્તમાન સ્થિતિને બદલવા માટે ક્રાંતિ કરવાની જરૂર છે. આજના રાક્ષસી તાંડવ સામે એક થઈને લડીએ અને સાચા અર્થમાં વિજયાદશમી ઉજવીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
