હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટચોરી ગતકડાની હવા નીકળી ગઇ
બેલેટ પેપરથી થયેલા મતદાનમાં કોંગ્રેસનો પૂર્ણ સફાયોઃ યુ.પી., બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક ચુંટણીઓમાં એક પણ બેઠક ન મળી
૧૯૮૪ની સાલનો ઓક્ટોબર મહિનાએ દેશની રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી. કોંગ્રેસની ધરોહર સમાન ધુરંધર શ્રીમતી ઈન્દિરા ગાંધીની હત્યા થઇ હતી. બે દિવસ બાદ તેઓની પુણ્યતિથિ આવી રહી છે. ઈન્દિરાજીનું નેતળત્વ આક્રમક, નક્કર રણનીતિવાળું અને પરિણામલક્ષી હતું. પરાજયમાં પણ જીતવાના ચમત્કાર તેઓ કરી શકતા હતા. આજની કોંગ્રેસ નેતા, નીતિહિન છે. પરાજય કોઠે પડી ગયો છે. રાહુલ ગાંધી પોતાની અણઆવડત સ્વીકારવાને બદલે પરાજયના ઠીકરાં અન્ય મુદ્દાઓ પર ફોડીને રાજનીતિની દૂકાન ચલાવવા મથે છે. હાલ વોટિંગ મશીન દ્વારા મતચોરીના ગતકડાં ચલાવીને દેકારા કરે છે. જો કે ગઇકાલે મતચોરીના મુદ્દાની હવા નીકળી ગઇ હતી.
રાજકારણમાં હાલ એક તરફ રાહુલ ગાંધી દ્વારા ‘વોટચોરી' અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સામે આક્રમક આંદોલનો અને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ગઇકાલે આવેલા ચૂંટણીઓના પરિણામોએ કોંગ્રેસ અને તેના નેતળત્વની વાસ્તવિક જમીની પકડની પોલ ખોલી નાખી છે. બેલેટ પેપર દ્વારા યોજાયેલી ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને સત્તાધારી રાજ્ય કર્ણાટક સહિતના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ તથા પેટાચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ સફાયો થયો છે. ખાસ કરીને, જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ છે તેવા કર્ણાટક જેવા રાજ્યમાં પણ પક્ષનું ખાતું ન ખુલવું એ પક્ષ માટે ગંભીર વિષય છે.
આ કરારી હાર દર્શાવે છે કે કોંગ્રેસના પરાજયો માત્ર ચૂંટણી પ્રક્રિયા કે મશીનોના કારણે નથી, પરંતુ તે પાર્ટીની અંદર રહેલી ગંભીર આંતરિક બીમારીઓનું પરિણામ છે. પક્ષમાં દીર્ધદ્રષ્ટિ ધરાવતી મજબૂત નેતાગીરીનો અભાવ, સ્પષ્ટ નીતિઓ અને એજન્ડાની કમી, જનતાને આકર્ષિત કરી શકે તેવા મહત્વના મુદ્દાઓનો અભાવ અને ગ્રામીણ સ્તરે નબળું પડેલું પક્ષનું સંગઠનાત્મક નેટવર્ક એ કોંગ્રેસની સતત નિષ્ફળતાના મુખ્ય કારણો છે. રાહુલ ગાંધીનું કેન્દ્રીય નેતળત્વ સતત અને સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોવા છતાં, પક્ષના શીર્ષ નેતાઓ પોતાની નબળાઈ સ્વીકારવાને બદલે હારનો દોષ સતત EVM, ચૂંટણી પંચ કે અન્ય બહાનાઓ પર ઢોળતા રહ્યા છે.
બેલેટ પેપર પર થયેલી આ ચૂંટણીઓમાં કારમી હાર મળ્યા બાદ ‘વોટચોરી'ના દાવા કરનારાઓનો દંભ ખુલ્લો પડી ગયો છે. આ સાથે જ ‘ત્ફઝત્ખ્'ગઠબંધન ભીતર પણ આંતરિક અસંતોષ અને તિરાડો સ્પષ્ટપણે બહાર આવી રહી છે.જો કોંગ્રેસ પક્ષે ભવિષ્યમાં ટકવું હોય તો અન્ય પર દોષ નાખવાની રાજકીય આદત છોડીને સંગઠનાત્મક માળખાને મજબૂત કરવું પડશે . રાહુલના સ્થાને નક્કર નેતાગીરી ગોઠવવી પડશે અને વાસ્તવિક જમીની મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
