હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોદીજી, સોૈરાષ્ટ્રની ભૂમિ પર પણ પધારો..
સોૈરાષ્ટ્રના નેતા-નેતીઓને લોકનિષ્ઠાના પાઠ ભણાવવા જરૂરીઃ પ્રશ્નો લટકે છે, નેતાઓ-અધિકારીઓ છટકે છેઃ સરકારનો પ્રભાવ જરા પણ નથી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતળત્વમાં આજે ગુજરાત પધારી રહ્યા છે. તેઓના નેતળત્વમાં દેશ અને ગુજરાત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે. તેમની આગેવાનીમાં દેશભરમાં પારદર્શકતા, દ્રઢ ઇચ્છાશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની સંસ્કળતિ વિકસી છે, જેના વખાણ આજે આખી દુનિયા કરી રહી છે. ગુજરાત પ્રત્યેનો તેમનો લગાવ જગજાહેર છે અને તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં માળખાકીય સુવિધાઓથી લઈને ઔદ્યોગિક વિકાસમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.
આજે પીએમ મોદીજી ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધાર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની જનતા વતી તેમને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ ઉત્તર ગુજરાત અને કેવડિયાની સાથે-સાથે સૌરાષ્ટ્રની ભૂમિ પર પણ ખાસ પધારે. સૌરાષ્ટ્રની પ્રજા હંમેશાં ભાજપ અને મોદીજીની સાથે રહી છે, પરંતુ આજે ક્ષેત્રના સ્થાનિક પ્રશ્નો અને જનતાની સમસ્યાઓને લઈને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં સ્થિતિ એવી બની ગઈ છે કે પ્રશ્નો લટકે છે અને નેતાઓ- અધિકારીઓ છટકે છે. સામાન્ય જનતા પોતાના રોજિંદા પ્રશ્નો, રસ્તાઓ, પાણી, અને સિંચાઈ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સરકારી ઓફરોના ધક્કા ખાઈને થાકી જાય છે, પરંતુ સ્થાનિક નેતાઓ અને જવાબદાર અધિકારીઓની ઉદાસીનતાને કારણે સમસ્યાઓનો નિકાલ આવતો નથી. પરિસ્થિતિ એવી છે કે સરકારી પ્રભાવ અને વહીવટી પકડ જરા પણ દેખાતી નથી. જનતાના કામ કરવાને બદલે નેતાઓ અને અધિકારીઓ માત્ર પોતાની છબી ચમકાવવામાં કે ભ્રષ્ટ વ્યવસ્થાઓને છુપાવવામાં વ્યસ્ત રહે છે.
સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અતિશય ખરાબ થઈ રહી છે. પ્રદેશમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર, યુવાધનને બરબાદ કરતી નશાખોરી, ગરીબોનું લોહી ચૂસતી વ્યાજખોરી અને સુરક્ષા સામે ઊભા થતા ગંભીર પ્રશ્નો જેવા કે ‘લવજેહાદ' જેવી ગંભીર બાબતો સામે ભાજપના સ્થાનિક નેતાઓ સાવ મૌન છે અથવા તો ખુદ આ બધી બાબતોમાં સામેલ હોવાની ચર્ચાઓ છે. આ સીધેસીધો પ્રજા સાથેનો વિશ્વાસઘાત અને લોકદ્રોહ છે.
હકીકત એ છે કે ભાજપને મોદીજીના નામ પર ભાજપને મત મળે છે અને પ્રજાનો પ્રેમ કેવળ મોદીજીના ચહેરા અને હિન્દુત્વ સાથે જોડાયેલો છે. આ સ્થિતિએ વડાપ્રધાન મોદીજીની નૈતિક જવાબદારી બની જાય છે કે તેઓ ખુદ સૌરાષ્ટ્રમાં આવે અને આ બેફામ બનેલા ભાજપી નેતાઓને કડક શબ્દોમાં લોકનિષ્ઠાના પાઠ ભણાવે. સૌરાષ્ટ્રના વિકાસને વેગ આપવા માટે અને ભ્રષ્ટ તેમજ બેદરકાર તંત્રને સપાટામાં લેવા માટે વડાપ્રધાનની હાજરી અનિવાર્ય બની ગઈ છે. આશા છે કે મોદીજી સૌરાષ્ટ્રની જનતાની આ વેદના સાંભળશે અને આ ભૂમિ પર પધારીને લોકસેવાના સાચા પાઠ ભણાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
