News of Friday, 6th November 2026
સર્વે સન્તુ નિરામયા :
આરોગ્યની સમૃધ્ધિને પ્રથમ સુખ માનવામાં આવ્યું છેઃ પહેલા સુખને છોડીને અન્ય સુખની પ્રાપ્તિ માટેની દોટ ઝાંઝવાના જળ સમાનઃ શાસનથી માંડીને સામાન્ય લોકો સુધી તંદુરસ્તીને પ્રાધાન્ય આપવું અનિવાર્ય
વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ મુજબ, દેવતાઓ અને અસુરો વચ્ચે અમળત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન થયું હતું. મંથનના અંતિમ ચરણમાં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધન્વંતરીજી હાથમાં અમળત કળશ લઈને પ્રગટ થયા હતા. તેમના દ્વારા જ માનવજાતિને નિરોગી રાખવા માટે આયુર્વેદનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ધનતેરસનો પવિત્ર દિવસ તેમની જ કળપા પ્રાપ્ત કરવાનો વિશેષ અવસર છે.
આરોગ્યની સમળદ્ધિને સનાતન શાષાોમાં પ્રથમ સુખ માનવામાં આવ્યું છે. આ પાયાના અને મૂળભૂત સુખને છોડીને અન્ય ભૌતિક સુખની પ્રાપ્તિ માટેની આંધળી દોટ ઝાંઝવાના જળ સમાન સાબિત થઈ રહી છે. શાસનથી માંડીને સામાન્ય લોકો સુધી દરેક તંદુરસ્તીને અગ્રિમતા આપે, તો જ આપણું જીવન ખરા અર્થમાં સાર્થક બને.
આજની આપણી અનિયમિત જીવનશૈલી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આધુનિક યુગમાં વિકાસની અંધાધૂંધ દોડમાં આપણે સ્વાસ્થ્યને તદ્દન પાછળ છોડી દીધું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે આરોગ્ય ક્ષેત્ર પણ શંકાસ્પદ વળત્તિ વાળું થઈ ગયું છે. ત્યાં સેવાભાવ બિલકુલ ગાયબ થઈ ગયો છે અને માત્ર વ્યાપારિકરણ તથા છેતરપીંડી વળત્તિ પ્રબળ બની છે. એલોપથી સારવાર પદ્ધતિથી લઈને પ્રાચીન આયુર્વેદ સુધી બધે જ આજે અવિશ્વાસનો મોટો માહોલ ફેલાયેલો જોવા મળે છે.
માણસનું સરેરાશ આયુષ્ય કદાચ ટેકનોલોજી અને આધુનિક દવાઓના સહારે થોડું વધ્યું હશે, પરંતુ આપણું શરીર તંદુરસ્ત નથી રહ્યું, સંપૂર્ણપણે રોગીષ્ટ જીવન બની ગયું છે. આપણે સૌ ભેળસેળિયો અને કેમીકલયુકત ખોરાક ખાવા માટે મજબૂર બન્યા છીએ. માત્ર અન્ન કે દૂધ જ નહીં, પરંતુ દવા માર્કેટ પણ શંકાસ્પદ અને ભેળસેળથી મુક્ત નથી રહી. શુદ્ધ ઔષધિઓની જગ્યા નકલી અને હાનિકારક રસાયણોએ લીધી છે, જે માનવ શરીરને અંદરથી સાવ ખોખલું કરી રહી છે. યાદ રાખજો, યોગ હોય કે ભોગ..તંદુરસ્તી નહિ હોય તો કંઇ શકય નથી.
આ ભયાનક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે હવે માત્ર દૈહિક ઉપચાર પૂરતા નથી. તન, મન અને ભાવનાત્મક તંદુરસ્તી પાછી મેળવવા માટે, આપણી સમળદ્ધ પરંપરાને જાળવી રાખવા તરફ દૃષ્ટિ કરવી અત્યંત અનિવાર્ય છે. આપણા ઋષિમુનિઓએ આપેલી આયુર્વેદિક જીવનશૈલી, યોગ અને પ્રાકળતિક આહારને ફરીથી અપનાવીને જ સાચી નિરોગી કાયા અને તંદુરસ્ત મન પ્રાપ્ત થઈ શકે છે. ધન્વંતરી જયંતિના આ પવિત્ર અવસરે આપણે સૌએ એવો દ્રઢ સંકલ્પ કરવો પડશે કે કળત્રિમતા પર નિર્ભર રહેવાને બદલે પ્રકળતિના શરણે જઈએ. આપણું જીવન સાચા અર્થમાં સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેવી ધન્વંતરી દેવને આજના મંગલ દિવસે પ્રાર્થના.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
