<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

જય ગિરનારી : સખણા રહેજો !

ગિરનાર પરિક્રમા પ્રકૃતિના ખોળે પરમાત્‍માની અનુભૂતિ કરવા માટે છેઃ ઘોંઘાટ, ગંદકી, આછકલાઇ માટે નથીઃ સાધુ-મહાત્‍માઓ, કથાકારો ખુદ જાગે અને લોકોને જાગૃત કરે

 ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમા શરૂ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની કંદરાઓમાં ઉમટી પડશે.  આ યાત્રા પ્રકળતિના ખોળે પરમાત્‍માની અનુભૂતિ કરવાની ઉત્તમ તક  છે. પરંતુ, આ પવિત્ર અવસર પર કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. શું આપણે ગિરનારની ગરિમા જાળવી શકીએ છીએ? આ યાત્રા  ઘોઘાટ, ગંદકી કે આછકલાઈ પ્રદર્શિત કરવાનું સ્‍થળ નથી.

ગિરનાર સામાન્‍ય પહાડ નથી. આધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ તે અત્‍યંત પ્રાચીન અને અલભ્‍ય સિદ્ધ ક્ષેત્ર છે. હિમાલયથી પણ વિશેષ આધ્‍યાત્‍મિક મહત્‍વ ગિરનારનું છે. આ ભૂમિ ભગવાન દત્ત મહારાજનું મુખ્‍ય ક્ષેત્ર ગણાય છે. શાષાો પ્રમાણે દત્તાત્રેય ભગવાન આજે પણ અહીં અદ્રશ્‍ય રૂપે નિવાસ કરે છે. ગિરનારના શિખરો પર ગુરૂ દત્તાત્રેયની પવિત્ર ચરણદુકાઓ આવેલી  છે. લાખો સાધકો અને નાથ સંપ્રદાયના યોગીઓ ગુરૂ દત્તની કળપા મેળવવા અહીં તપસ્‍યા કરે છે. દત્ત પ્રભુની આ નગરીમાં કણ-કણ માં આધ્‍યાત્‍મિક ચેતના વણાયેલી છે.

અનાદિ કાળથી આ પવિત્ર ભૂમિ પર અનેક ઋષિમુનિઓ, અવધૂતો અને સિદ્ધ પુરૂષોએ સાધના કરી છે. આ પરિક્રમા કોઈ સામાન્‍ય ધાર્મિક મેળાવડો નથી. આ આધ્‍યાત્‍મિક ઉર્જાનું મહાતીર્થ છે. અહીં આવનાર દરેક  જીવને અલૌકિક શાંતિનો અનુભવ થઇ શકે છે. દત્ત મહારાજનું આ ક્ષેત્ર જીવાત્‍માને પરમાત્‍મા સાથે જોડવાનું કામ કરે છે. અહીં મન અને આત્‍માની શુદ્ધિ થાય છે.

 દુઃખની વાત એ છે કે આટલા પવિત્ર ક્ષેત્રમાં મોટાભાગના લોકો મર્યાદા ભૂલી જાય છે. પરિક્રમાના માર્ગ પર કર્કશ અવાજો અને મોટેથી ચાલતા નાચગાનથી ગિરનારની શાંતિ ભંગ થાય છે. આ પ્રકળતિ અને દત્ત મહારાજના ક્ષેત્રનું અપમાન છે. વન્‍યજીવો પણ આ કોલાહલથી ડરી જાય છે. પરિક્રમા એ પિકનિક નથી, તે આંતરિક સાધના છે.

આ ઉપરાંત, રૂટ પર ફેલાવાતી ગંદકી ચિંતાનો વિષય છે. પ્‍લાસ્‍ટિક અને કચરો ફેંકીને પવિત્ર વનરાજીને બગાડવી યોગ્‍ય નથી. સોશિયલ મીડિયા માટે થતી આછકલાઈ પણ અટકવી જોઈએ. સેલ્‍ફી અને રીલ્‍સના ચક્કરમાં યાત્રાની પવિત્રતા ન જોખમાવી જોઈએ.

આ સ્‍થિતિ સુધારવા માટે સંતોએ આગળ આવવું પડશે. સાધુ-મહાત્‍માઓ અને કથાકારોએ  ખુદ જાગળત થવું  પડશે. તેમણે જનમાનસને સાચો રાહ ચીંધવો પડશે. વ્‍યાસપીઠ પરથી  આધ્‍યાત્‍મિક શિસ્‍તના પાઠ ભણાવવા જરૂરી છે.  સંતો અને વક્‍તાઓ જાગશે, તો  સખણા રહેતા શીખશે.

 ગિરનારની પવિત્રતા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. દત્ત મહારાજની આ ભૂમિ પર મૌન અને શ્રદ્ધાથી ચાલવાનું છે, દરેક ડગલે અનુભૂતિ  કરવાનો અવસર છે. સાચા અર્થમાં પરિક્રમા થાય  અને અલૌકિક માહોલ રચાય તેવી દત્ત મહારાજને પ્રાર્થના. જય ગિરનારી!

(10:41 AM IST)