Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સિંચાઇ સુવિધાનો લાભ ૧૬૦ હેકટરને મળશે

ર કરોડ પ૩ લાખ રૂપિયા મંજૂર કર્યા

ગાંધીનગર,તા.૨૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે. ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની અછત નિવારી સુદ્રઢ જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને વોટર ડેફિસીટથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના કરેલા સંકલ્પમાં ચેકડેમનું નિર્માણ વધુ બળ આપશે. હડમતાળા ગામે નિર્માણ થનારા ચેકડેમમાં ૧૧.ર૦ એમસીએફટી પાણીનો સંગ્રહ થશે અને સિંચાઇ સુવિધા પૂરતી મળતી થવાથી વિસ્તારના હડમતાળા, વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે. ચેકડેમ નિર્માણમાં કોઇ હયાત ચેકડેમ, રસ્તો, ખેતર કે ખાનગી મિલ્કત ડૂબાણમાં જવાના નથી.

(8:37 am IST)