Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ચોમાસાની સિઝનનો આ છેલ્લો રાઉન્ડ?

સૌરાષ્ટ્રમાં આજે- કાલે બેસુમાર વરસશેઃ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ૫ ઈંચથી વધુ ખાબકશે

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ બે થી ત્રણ ઈંચ વરસાદ પડશેઃ ઈન્ટેન્સીવ મોનસૂન લો સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર સક્રીય રહેલુ

રાજકોટ,તા.૨૯: આ સપ્તાહમાં મેઘરાજાએ વિરામ લીધો છે. કયાંક- કયાંક હળવો- મધ્યમ વરસી જાય છે. દરમિયાન આજે શનિવાર અને કાલે રવિવારે સૌરષ્ટ્રભરમાં ફરી વરસાદી એકટીવીટી જોવા મળશે. સૌથી વધુ અસર દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જોવા મળશે. પાંચ ઈંચથી પણ વધારે વરસાદ ખાબકશે. તેમ શ્રી નંદલાલ ઉકાણી (પૂર્વ મોસમ અધિકારી, રાજકોટ) એ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ચોમાસાની સીઝનનો સિસ્ટમ્સનો આ અંતિમ રાઉન્ડ હશે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનવાની સંભાવના નહિવત છે. આજે શનિવાર અને રવિવારે સૌરાષ્ટ્રમાં ફરી સારો વરસાદ પડશે. પોરબંદર જિલ્લામાં પાંચ ઈંચથી વધારે ભારે વરસાદ પડશે. જયારે બાકીના સૌરાષ્ટ્રમાં પણ બે થી ત્રણ ઈંચ તો વરસી જશે. શ્રી ઉકાણીએ જણાવેલ કે આ વર્ષે સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર જોરદાર વરસાદ પડયો. કારણ કે 'ઈન્ટેન્સીવ મોનસૂન લો' હતું. એટલે કે ચોમાસા દરમ્યાન સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર પોઝીશન ફેવરેબલ હતી. હાલની સિસ્ટમ્સ પણ ફાયદો કરાવશે.

(11:28 am IST)