Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઋચાએ શરૂ કર્યુ મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝનું શુટીંગ

અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ વેબ સિરીઝનું કામ શરૂ કરી દીધું છે. કોરોના કાળમાં ડિજીટલ પ્લેટફોર્મ પર દર્શકોને વેબ સિરીઝ અને અલગ અલગ શોએ ખુબ મનોરંજન પુરૂ પાડ્યું હતું. મોટા મોટા અભિનેતાઓ આ પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. ઋચા હવે 'સિકસ સસ્પેકટ્સ' નામની સિરીઝ કરી રહી છે. જેમાં તેની સાથે પ્રતિક ગાંધી મુખ્ય ભુમિકામાં છે. સિરીઝનું નિર્દેશન તિગ્માંશુ ધુલીયા કરી રહ્યા છે. વિકાસ સ્વરૂપની મર્ડર મિસ્ટ્રી નવલકથા પરથી આ સિરીઝ બનાવાઇ રહી છે. ઋચાએ શુટીંગના સેટ પરથી તસ્વીર પોસ્ટ કરી હતી અને ચાહકોને જાણ કરી હતી. ઋચાએ અગાઉ તિગ્માંશુ સાથે ગેંગ્સ ઓફ વાસેપુરમાં કામ કર્યુ હતું.  ફરીથી તેની સાથે કામ કરી તે ખુબ ઉત્સાહિત છે. ઋચા છેલ્લે મેડમ ચીફ મિનિસ્ટરમાં જોવા મળહી તી. તે ફૂકરે ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગનું શુટીંગ પણ શરૂ કરવાની છે. જેમાંતેની સાથે અલી ફઝલ, વરૂણ શર્મા અને પુલકીત સમ્રાટ છે. ગુજરાતી કલાકાર પ્રતિકને ચાહકો સ્કેમ ૧૯૬૨થી ઓળખતા થયા છે.

(10:11 am IST)