Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

અન્યઃ સત્ય ઘટના પર આધારીત ફિલ્મનું ટ્રેલર લોન્ચઃ ૧૦મીએ રિલીઝ

(કેતન ખત્રી) અમદાવાદઃ સત્ય ઘટના પર આધારિત હિન્દી અને મરાઠી ફિલ્મ 'અન્ય'નું ટ્રેલર લોન્ચ થયું છે. ૧૦ જુને થનારી આ ફિલ્મમાં માનવીના વિવિધ સ્વરૃપોની સાથે માનવ તસકરી, બાળમજૂરી, ખેડૂતોની આત્મહત્યા, આનાથશ્રમ જેવી વર્તમાન સમસ્યાઓને પણ વણી લેવામાં આવી છે. આજના સમાજની કેટલીક ડરામણી વાસ્તવિકતાઓને રજૂ કરવાનો આ પ્રયાસ છે. આ ફિલ્મને સ્વીડનના એલ્વિસબાયન ફિલ્મોત્સવમાં બેસ્ટ ફિલ્મનો અને ફાલ્કન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવીલમાં બેસ્ટ ફર્સ્ટ ટાઈમ ડિરેકટર અને બેસ્ટ પિકચરનો એવોર્ડ મળ્યો છે.

દક્ષિણ ભારતના જાણીતા દિગ્દર્શક સિમ્મી જોસેફ અન્યના દિગ્દર્શક છે. અતુલ કુલકર્ણી, રાયમા સેન, યશપાલ શર્મા, ગોવિંદ નામદેવ, પ્રથમેશ પરબ, તેજશ્રી પ્રધાન, ભૂષણ પ્રધાન, કૃતિકા દેવ અને સુનીલ તાવડેએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.(

(3:16 pm IST)