Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

પઠાણ બાદ હવે ડંકી મુવી માટે શાહરૂખે અપનાવી નવી હેર સ્‍ટાઇલઃ પોતાની નવી સ્‍ટાઇલનો છુપાવાનો કર્યો પ્રયાસ પરંતુ હેર સ્‍ટાઇલ થઇ રિવીલ

પોતાની આગામી ફિલ્‍મ ડંકી માટે અપનાવેલ નવા લુકને છુપાવવા શાહરૂખે છત્રીનો સહારો લીધો પરંતુ છત્રીએ પણ દગો દીધો

મુંબઇઃ શાહરૂખ છેલ્લા 4 વર્ષથી મોટા પડદાથી દૂર છે. પરંતુ તે પોતાને મોટા પડદાથી વધુ સમય દૂર રાખી ન શક્‍યા અને હવે આવનાર જાન્‍યુઆરી માસમાં શાહરૂખ પોતાની નવી ફિલ્‍મ ‘પઠાણ' સાથે નવા લૂકમાં મોટા પડદા પર ફરી એન્‍ટ્રી કરશે. પરંતુ હાલ શાહરૂખ તેની ફિલ્‍મ પઠાણને કારણે નહીં પણ તે બાદ આવનાર ફિલ્‍મ ડંકીના લુકને કારણે ચર્ચામાં છે. ડંકી મુવી માટે શાહરૂખે અપનાવેલ લુક તેણે છત્રી વડે છૂપાવવાનો પ્રયત્‍ન કર્યો હતો તેમ છતાં તેનો શોર્ટ હેર સાથેનો લુક રિવીલ થયો છે.

શાહરૂખ ખાને ભલે 4 વર્ષમાં મોટા પડદાથી દૂર રહ્યા હોય પરંતુ સમયની સાથે તેમની પોપુલારિટી ઘટવાના બદલે વધતી જ જાય છે. ફેન્સ તેમની વાપસીની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન પણ જલદી જ ફેન્સને મોટી ભેટ આપવાના છે. તેમની ફિલ્મ પઠાણ જલદી જ રિલીઝ થશે. તો બીજી તરફ પઠાન બાદ શાહરૂખ ખાન ડંકીમાં પણ જોવા મળશે અને કદાચ આ ફિલ્મ માટે શાહરૂખ ખાને નવો લુક અપનાવ્યો છે જેને તે હાલમાં છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બુધવારે સાંજે શાહરૂખ ખાન ડબિંગ સ્ટૂડિયોમાં સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં મીડિયાનો જમાવડો લાગી ગયો પરંતુ જ્યારે શાહરૂખ બહાર નિકળ્યા તો તેમના હાથમાં છત્રી હતી અને તે પોતાનો ચહેરો છત્રી વડે સંતાડી રહ્યા હતા. આ પહેલાં પણ જ્યારે શાહરૂખ ખાન પ્રાઇવેટ એરપોર્ટ પર સ્પોટ થયા તો ત્યાં પણ તે છત્રી વડે છુપાવતા જોવા મળ્યા. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શાહરૂખ ડંકી માટે પોતાના નવા લુકને રિવીલ કરવા માંગતા નથી. પરંતુ આજે તેમનો નવો લુક રિવીલ થઇ ગયો.

પઠાણની વાત કરીએ તો આ ફિલ્મ માટે શાહરૂખ ખાને વાળ વધાર્યા છે. ફિલ્મમાંથી તેમની જે પહેલી ઝલક સામે આવી તેમાં તેમના લાંબા વાળ જોવા મળ્યા પરંતુ આ વખતે શાહરૂખ નાના વાળમાં સ્પોટ થયા. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે ડંકી માટે શાહરૂખ ખાને આ નવો લુક રાખ્યો છે. જલદી જ તે ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરશે. હાલ પઠાણનું શૂટિંગ લગભગ પુરૂ થઇ ગયું છે. જોકે ફિલ્મની રિલીઝમાં હજુ સમય છે. ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. જેમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ હશે. અબ્રાહમ નેગેટિવ રોલમાં છે અને તેના માટે તેમને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી છે.

Instagram Link: https://www.instagram.com/p/CeQ9jVqPUPd/?utm_source=ig_embed&utm_campaign=embed_video

(5:44 pm IST)