Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધબકારા વધારી દે છે સોનાલી રાઉત

બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત હાલમાં કોઇ ફિલ્મો કે સિરીઝને કારણે નહિ પરંતુ હોટ અને બોલ્ડ ફોટાઓને કારણે સતત ચર્ચામાં રહે છે. તેને હવે કોઇ પરિચયની જરૂર નથી. બિગ બોસની આઠમી સિઝનથી ખુબ જાણીતી બનેલી સોનાલી ઘણી વખત પોતાની તસવીરોના આધારે ઇન્ટરનેટનો પારો હાઇ લેવલે પહોંચાડી દે છે. સોનાલીએ પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર છે.  સોનાલીએ તાજેતરમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના ધબકારા વધારી દીધા હતાં. તે માત્ર ૧૯ વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જોકે તેને બિગ બોસની આઠમી સિઝનથી તેને એક નવી ઓળખ મળી છે. વર્ષ ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ એકસપોઝમાંં તે હિમેશ રેશમિયાની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે ડેન્જરસ વેબ સીરીઝમાં જોવા મળી હતી.

(10:26 am IST)