Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

એ લગાવ હવે ન રહેવો જોઇએઃ ઇમરાન

ઇમરાન હાસમીની અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ચહેરે રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવામાં આવી છે. ઇમરાને કહ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓએ હવે બોકસ ઓફિસની નંબર ગેમ પાછળ દોડવાનું બંધ કરી દેવું જોઇએ. કોરોનાને કારણે બંધ રહેલા સિનેમા હોલ શરૂ થવાથી ઇમરાન ખુશ છે.  તેણે કહ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે ઘણા સમય બાદ થિયેટર્સ ફરીથી ઊઘડી રહ્યાં છે.  બોકસ ઓફિસના નંબર્સ માટેનો ઇન્ડસ્ટ્રીનો જે લગાવ છે એ હવે ન રહેવો જોઈએ. હાલની પરિસ્થિતિમાં નિયમો અને ગેમ બદલાઈ ગયા છે. કોરોનાના નિયમો તો હજી પણ યથાવત છે. બેલબોટમના નિર્માતા અને અક્ષયકુમારે કરેલી પહેલ ખરેખર પ્રશંસનીય છે. આ જ બાબત રૂહી અને મુંબઈ સાગાને પણ લાગુ પડે છે. હજુ કેટલા  લોકો થિયેટર્સમાં આવશે એ કોઇ જાણતું નથી. થિએટર્સ માલિકોએ ચોક્કસ નિયમો  બનાવવા પડશે.  થિએટર્સ સાથે ડિસ્ટ્રિબ્યુટર્સ અને તેમના પરિવારોનાં જીવન પણ જોડાયેલા છે.

(10:28 am IST)