Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પાત્ર દમદાર હોવાથી હા કહીઃ મનિષ

વધુ એક અભિનેતાએ બોલીવૂડમાં એન્‍ટ્રી કરી છે. મનિષ રાયસિંઘન ફિલ્‍મ ‘કહાની રબ્‍બરબેન્‍ડ કી' દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યુ છે. મનિષ કહે છે મારા માર્ગદર્શક અને ગુરૂ સ્‍વપ્‍ન વાઘમારે જોશીએ મને એક મીટિંગમાં બોલાવી કહાની સંભળાવી હતી અને પુછ્‍યું હતું કે આ ફિલ્‍મમાં તું મુખ્‍ય પાત્ર ભજવીશ? અભિનેતા તરીકે બોલીવૂડમાં એન્‍ટ્રી કરીશ? મેં સ્‍ક્રિપ્‍ટ વાંચતા એ ખુબ જ દમદાર હોઇ મેં હા પાડી દીધી હતી. પણ પાત્રને અનુરૂપ થવા મારે શારીરિક રીતે ખુબ તૈયારી કરવી પડી હતી. ગોળમટોળ દેખાવ માટે મારે ઘણું વજન વધારવું પડયું હતું. આ ઉપરાત મારા વાળને પણ સીધા કરવા પડયા હતાં. સોૈથી મહત્‍વની વાત એ હતી કે મારે ઉત્તરપ્રદેશની ભાષા શીખવી પડી હતી. મારા માટે આ કામ ઘણું અઘરું હતું. કોમિક ટાઇમીંગ પણ મહેનત માંગી લે તેવું હતું. આ ફિલ્‍મની એક લાઇન કોન્‍ડોમ ખરીદનાર લિચ્‍છડ નહિ પણ જેન્‍ટલમેન છે એ મારા હૃદયને સ્‍પર્શી ગઇ હતી.

(10:33 am IST)