Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

શોના હોસ્‍ટ તરીકે કામ મળ્‍યું શિલ્‍પાને

ટીવી પરદે ભાભીજી ઘર પર હૈ શોમાં અંગુરી ભાભી બનીને ઘર ઘરમાં જાણીતી બનેલી અને બાદમાં આ શો છોડી ચુકેલી શિલ્‍પા શિંદે વધુ એક વખત ટીવી પરદે દેખાશે. અતરંગી ટીવી પર એક નવો રિયાલીટી ચેટ શો આવશે. જેનું સંચાલન શિલ્‍પા શિંદે કરવાની છે. આ શોનું શુટીંગ શિલ્‍પા ડિસેમ્‍બરમાં શરૂ કરશે. વાસ્‍તવીક જીવનમાં બનેલી ઘટનાઓ પર આધારીત એવા આ શોમાં હોસ્‍ટ તરીકે જવાબદારી મળતાં શિલ્‍પા ખુશ છે. શિલ્‍પા એક પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તેનો મોટો ચાહકવર્ગ છે. શિલ્‍પા શોના સંચાલક રૂપે એક નવા જ અનુભવને માણશે. શિલ્‍પા માટે પણ આ નવતર પ્રયોગ છે. શિલ્‍પા બિગ બોસમાં વિજેતા પણ રહી ચુકી છે. ડાન્‍સ રિયાલીટી શો ઝલક દિખલા જા જેવા શોથી પણ દર્શકોનું દિલ જીત્‍યું હતું. તે વેબ શોમાં પણ કામ કરી ચુકી છે.

(10:33 am IST)