Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મારે નવા ફોર્મેટમાં કામ કરવું છેઃ આયુષ

અભિનેતા આયુષ શર્મા વધુ એક વખત સલમાન ખાન સાથે કામ કરી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્‍મ કભી ઇદ કભી દિવાલીમાં પહેલા તો આયુષ કામ નથી કરવાનો એવી વાતો હતી. પરંતુ હવે આયુષનું નામ આ ફિલ્‍મ માટે ફાઇનલ થઇ ગયું છે. આયુષ કહે છે હા હું આ ફિલ્‍મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્‍મ દ્વારા પ્રયોગ કરવા માટે હું આતુર છું. રોમાન્‍ટીક  ડ્રામા, એકશન ડ્રામા અને હવે ફેમિલી ડ્રામા કરી રહ્યો છું. ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં મારી ઇનિંગ્‍સ જે રીતે ચાલી રહી છે એને જોતાં મને ખુશી છે. મેં કયારેય એક જ પ્રકારની ફિલ્‍મ કરવી એવો આગ્રહ નથી રાખ્‍યો. કારકિર્દીમાં આગળ જતાં મારે વિવિધ પ્રકારની ફિલ્‍મો અને નવા ફોર્મેટમાં કામ કરવું છે. મને ખુશી છે કે ભાઈની સાથે આ મારી બીજી ફિલ્‍મ છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સતત બે ફિલ્‍મોમાં મને તેમની સાથે કામ કરવાનો ચાન્‍સ મળશે. મારા મત મુજબ હું એને એક ખુબ જ સારી તકની રીતે જોઉં છું.

 

(10:57 am IST)