Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

એ મારા માટે અત્‍યંત અઘરૂ હતું: કાર્તિક

અભિનેતા કાર્તિક આર્યનને બોલીવૂડમાં સતત સફળતા મળી રહી છે. તેની હાલમાંજ આવેલી ફિલ્‍મ ભૂલભૂલૈયા-૨એતેને સુપરસ્‍ટારની હરોળમાં લાવીને રાખી દીધો છે. આ ફિલ્‍મે સો કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ સફળતાની સમગ્ર ટીમ ઉજવણી કરી રહી છે. કાર્તિક આર્યને કહ્યું હતું કેઆ ફિલ્‍મનું ગીત આમી જે તોમારનું શુટીંગ કરવું મારા માટે અત્‍યંત અઘરૂ હતું. આ ગીતમાં તેણે તાંડવ કર્યુ છે. આ માટે ખાસ તાલિમ લીધી હતી. આ ફિલ્‍મમાં તે રૂહબાબાના રોલમાં છે.૨૦૦૭માં આવેલી અક્ષય કુમારની ભૂલભૂલૈયાની આ સિક્‍વલ છે. જેમાં વિદ્યા બાલન અને અક્ષય મુખ્‍ય ભુમિકામાં હતાં. આમી જે તોમાર ગીતનું સંગીત પ્રીતમે આપ્‍યું છે. ચિન્‍ની પ્રકાશ આ ગીતના ડાન્‍સ ડિરેક્‍ટર છે. ફિલ્‍મમં કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ મુખ્‍ય ભુમિકામાં છે. કાર્તિકની આ ફિલ્‍મમાં જબરદસ્‍ત એક્‍ટીંગ છે અને તેના સતત વખાણ થયા છે.

(9:54 am IST)