Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જિંદગીનો આ બેસ્‍ટ તબક્કો છેઃ સોનુ

અભિનેતા સોનુ સૂદને અગાઉ દર્શકોએ મોટે ભાગે વિલનના રોલમાં જ જોયો છે. પરંતુ અસલી જિંદગીમાં તે લાખો કરોડો લોકોનો હીરો છે. લોકડાઉનમાં તેણે આ વાત સાબિત કરી દેખાડી હતી. સોનુ કહે છે દક્ષિણની ફિલ્‍મોને કારણે હું ખરાબ હિન્‍દી ફિલ્‍મોમાં કામ કરતો બચી ગયો હતો. સોનુએ વિદ્યાર્થીઓ માટે બૂક્‍સ, મોબાઇલ ટાવરની વ્‍યવસ્‍થા અને સ્‍કૂલની ફી પણ ભરી આપી છે. કેટલાક દુખિયાઓનાં ઓપરેશન માટે મદદ કરીને તેમને નવજીવન પણ આપ્‍યું છે. તેની આ નિઃસ્‍વાર્થ સેવાને કારણે લોકો માટે તે ભગવાન સમાન બની ગયો છે. સોનુ કબુલે છે કે મારી જિંદગીનો આ બેસ્‍ટ તબક્કો છે. હું હંમેશાં એમ જ વિચારતો હતો કે ૧૦૦-૨૦૦ કરોડની ફિલ્‍મમાં કામ કરવાથી સફળતા કહેવાય; પરંતુ સામાન્‍ય માણસો સાથે કનેક્‍ટ થવુ, જરૂરતમંદ લોકોની મદદ કરવી એ મારા માટે સંતોષજનક અનુભવુ છું. સોનુ કહે છે હું સ્‍ક્રિપ્‍ટને લઈને ખૂબ સતર્ક રહું છું પછી ભલે હું તામિલ, તેલુગુ કે હિન્‍દી ફિલ્‍મોમાં કામ કરતો હોઉં.

(9:54 am IST)