Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ઝૂલનના રોલ માટે અનુષ્‍કાની મહેનત

અનુષ્‍કા શર્માએ લગ્ન પછી અને દિકરીના જન્‍મ પછી ફરીથી અભિનય શરૂ કર્યો છે. તેણે અગાઉ પોતાના હોમ પ્રોડક્‍શનમાંથી પણ અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવેતે એક ફિલ્‍મના શુટીંગમાં વ્‍યસ્‍ત બની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બોલર ઝૂલન ગોસ્‍વામીના જીવન પરથી બની રહેલી ફિલ્‍મ ‘ચકડા એક્‍સપ્રેસ'માં અનુષ્‍કા મુખ્‍ય ભુમિકા નિભાવી રહી છે. આ ફિલ્‍મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્‍મમાં ઝૂલનના પાત્ર માટે અનુષ્‍કાએ ભરપુર મહેનત કરી છે. ફિલ્‍મને શાનદાર બનાવવા માટે નિર્માતા કોઈ કચાશ છોડવા નથી માગતા. અનુષ્‍કાના ચાહકો પણ ઘણા સમયથી તેની ફિલ્‍મોમાં પાછી એન્‍ટ્રી થાય એની રાહ જોઈ રહ્યા હતા. દીકરીને જન્‍મ આપ્‍યા બાદ આ તેની પહેલી ફિલ્‍મ છે. ઝૂલનની પ્રેરણાદાયી સફરને દેખાડવા માટે ત્રીસ દિવસનું શેડ્‍યુલ ઇંગ્‍લેન્‍ડમાં રખાયું હતું. ફિલ્‍મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે ખરાબ રાજકારણની નીતિઓ અને બાધાઓ હોવા છતાં પણ ઝૂલન ભારત માટે ક્રિકેટ રમવાના સપનાને પુરું કરે છે. ઝૂલનના નામની પોસ્‍ટ ટિકીટ પણ બહાર પડી હતી.

(9:54 am IST)