Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વેબસિરીઝ ‘આશ્રમ'ની અભિનેત્રી ઇશા ગુપ્‍તાને દર્શકો પાર્ટ-3માં બોલ્‍ડ સીન્‍સમાં જોઇ શકશે

ઇશા ગુપ્‍તા અને બોબી દેઓલની રોમાંચકારી વેબસિરીઝ આશ્રમ-3 3 જુને રીલીઝ થશે

મુંબઇઃ બોબી દેઓલ અને ઇશા ગુપ્‍તાની ભુમિકાવાળી વેબસિરીઝ આશ્રમ-3 ત્રીજી જુને રિલીઝ થશે. બાબા નિરાલાએ પમ્‍મી પહેલવાનની ભાભી બબીતો રૂમમાં બોલાવી રોમેન્‍ટીક સીન્‍સ સુધીની સફર દર્શકોએ માણી. આ સીન ખુબ વાયરલ થયો હતો. હવે પાર્ટ-3માં બાબા અને બબીતાના સીન્‍સ દર્શકોને જોવા મળશે

'આશ્રમ' વેબ સીરીઝનો ત્રીજો પાર્ટ 3 જૂનના રોજ થશે રિલીઝ. આ સીઝનને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ છે જેનું કારણ છે કે આ સિરિઝમાં હોલીવુડની સુપર બોલ્ડ એક્ટર ઈશા ગુપ્તા છે. 

'આશ્રમ' વેબ સીરીઝની પહેલા સિઝનની શરૂઆતમાં પમ્મી પહેલવાનના વોર્ડનના પુત્રને બેટથી મારતા બતાવવામાં આવ્યો છે. આ સીન જોઈને બધા ચોંકી ગયા હતા.

પમ્મી પહેલવાનના ભાઈ શક્તિના બાબા નિરાલાએ શુદ્ધીકરણના નામ પર ઓપરેશન કરાવી દીધુ હતું. આ સીન પણ જોર દાર હતો.

બાબા નિરાલા પમ્મીના ભાઈને બીજી ફેક્ટ્રીમાં મોકલી આપે છે કેમકે તે તેની વાઈફ બબીતાને ફસાવી શકે ત્યાર બાદ બાબા નિરાલા બબીતાને તેના રૂમમાં બોલાવે છે અને નશીલ લાડું ખવડાવીને તેનો ફાયદો ઉઠાવે છે.

ત્યાર પછી બાબા નિરાલાએ પમ્મી પહેલવાની ભાભી બબીતાની સાથે ઈન્ટીમેન્ટ સીન આપ્યો હતો. આ સીન ખૂબ વાયરલ થયો હતો.

પમ્મીને ખીરમાં બાબા નિરાલા નશીલો પદાર્થ ભેળવીને ખવડાવી દે છે ત્યાર પછી તેની સાથે દુષ્કર્મ આચરે છે.

(5:57 pm IST)