Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

હીનાનો દમદાર અંદાજ જોવા મળશે દર્શકોને

કલર્સના સુપરનેચરલ શો નાગિનને મોટી સંખ્યામાં ચાહકો પસંદ કરે છે. લોકડાઉન પછી હવે નાગિન-૫ની તૈયારી થઇ ચુકી છે. પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ વખતે હીના ખાની નાગિન બનીને અત્યંત ઉત્સુક છે. એકતા કપૂરની સુપરહિટ નાગિન સિરીઝમાં આ વખતે હીનાને મુખ્ય રોલ આપવામાં આવ્યો છે. પહેલા કરતાં એકદમ અલગ અને દમદાર અંદાજમાં તે પ્રોમોમાં જોવા મળી છે. હીનાએ અગાઉ એકતાના શો કસોટી જિંદગી કી-૨ને અલવીદા કહી દીધું હતું. હવે નાગિન-૫માં લિડ રોલ મળતાં તેણે કામ સ્વીકારી લીધું છે. પ્રોમોમાં હીના ઇચ્છાધારી નાગિનનો રોલ નિભાવતી હોવાનું જણાય છે. તેનો આ પાવરફુલ અવતાર છે. નાગિનમાં આ વખતે અગાઉના જુના રહસ્યો પણ ખુલશે. નાગિન-૫ બહુ ટુંકા ગાળામાં શનિવાર અને રવિવારે દર્શકોને જોવા મળશે. તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. પ્રોમોમાં દેખાડાયુ છે કે-એ સમય આવી ગયો છે, હવે પરદો હટશે અને સામે આવશે સર્વશ્રેષ્ઠ નાગિનનો ચહેરો. નાગિનના લૂકમાં હીનાનો દમદાર લૂક જોવા મળી રહ્યો છે.

(9:43 am IST)