Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોની સાથે કોમેડી કરો છો તે વધુ મહત્વનું: કૃણાલ

અભિનેતા કૃણાલ ખેમુની ફિલ્મ લૂટકેસ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં અનેક મોટા કલાકારોની ટોળી છે. કૃણાલ સાથે ગજરાજ રાવ, રસિકા દુગ્ગલ, રણવીર શોૈરી, વિજય રાજ સહિતે અદ્દભુત અભિનય આપ્યો છે. આ બધા કલાકારો પોતાના હોનહાર અભિનયને કારણે જાણીતા છે. કૃણાલે કહ્યું હતું કે કોમેડી ફિલ્મમાં તમે કોની સાથે કામ કરી રહ્યા હોવ છો એ વધુ મહત્વનું હોય છે. લૂટકેસમાં તમામ દમદાર કલાકારોનો જબરદસ્ત અભિનય છે. કૃણાલ ખેમુને દર્શકો ગોલમાલ સિરીઝની બે ફિલ્મોમાં કોમેડી કરતો જોઇ ચુકયા છે. આ સિવાય પણ તેણે અનેક સારી ફિલ્મો કોમેડી સિવાયના જોનરમાં કરી છે. વિજય રાજ પણ કોઇના વખાણનો મહોતાજ નથી. ગજરાજ રાવને દર્શકો બધાઇ હોમાં જોઇ ચુકયા છે. રસિકા અને રણવીશ શોૈરી પણ અભિનયમાં ગમે તેને ટક્કર આપી શકે તેવા છે. નિર્દેશક રાજેશ કૃષ્ણનની આ ફિલ્મમાં એક વ્યકિત પાસે ભુલથી બીજા કોઇની પૈસા ભરેલી બેગ આવી જાય છે. પછી જે ધમાલ થાય છે તે ફિલ્મમાં જોવા મળે છે.

(9:44 am IST)