Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

એન્ટ્રી તો મળી જાય, ટકવું મુશ્કેલ હોય છેઃ શ્રુતિ

અભિનેતા કમલ હાસન અને સારિકા ઠાકુરની દિકરી શ્રુતિ હાસને કારકિર્દીની શરૂઆત ૧૯૯૨માં સાઉથની ફિલ્મમાં ગાયિકા તરીકે કરી હતી. ૨૦૦૦માં તે પિતાની ફિલ્મ હે રામમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. એ પછી બોલીવૂડમાં ૨૦૦૯માં લક ફિલ્મથી અભિનય ક્ષેત્રે કદમ માંડ્યા હતાં. ત્યારબાદ તેલુગુ ફિલ્મો કરી હતી. બોલીવૂડમાં ડી-ડે, રામૈયા વસ્તાવૈયા, ગબ્બર ઇસ બેક, વેલકમ બેક સહિતની ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તાજેતરમાં તેની ફિલ્મ યારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. જેમાં વિદ્યુત જામવાલ સહિતના સાથી કલાકારો છે. બોલીવૂડમાં સગાવાદ વિશે ખુબ વિવાદો સર્જાતા રહે છે ત્યારે શ્રુતિએ કહ્યું હતું કે નેપોટિઝમને કારણે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી તો સરળતાથી મળી જાય છે, પરંતુ અહિ ટકી રહેવું ખુબ જ મુશ્કેલ હોય છે. અહિ ગળાકાપ સ્પર્ધા હોય છે. તેમાં તમે ટકી શકો તો જ આગળ વધી શકો. મારા માતા-પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી હું ફિલ્મી લોકો આસપાસ મોટી થઇ છું. મને મારી સરનેમને કારણે એન્ટ્રી મળી ગઇ હતી, જેના માટે હું ખોટુ નહિ બોલું. માતા-પિતાને કારણે ઘણા ફાયદા થયા છે. પરંતુ અહિ ટકવું એ તમારા પર નિર્ભર હોય છે.

(9:44 am IST)