Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બિહાર વિધાનસભામાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની પ્રબળ માંગ

મુંબઈ: સોમવારે બિહાર વિધાનસભામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની શંકાસ્પદ મોતની સીબીઆઈ તપાસની ભારપૂર્વક માંગ કરવામાં આવી હતી. વિધાનસભાની બેઠક શરૂ થતાંની સાથે સુશાંતના કઝીન નીરજકુમાર બબલુએ સરકાર પાસે આની માંગ કરી હતીતેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ મામલામાં બિહાર પોલીસના કામમાં અવરોધ ઉભો કરી રહી છે અને કેસને આગળ ધપાવી રહી છે. વિધાનસભાના વિપક્ષી નેતા તેજશ્વી યાદવે પણ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

(5:07 pm IST)