Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ટીવી.અભિનેત્રી અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર માદક અદામાં તસ્વીરો શેર કરી : દર્શકો જાઇને બેકાબુ બન્યા

વિખરાયેલા વાળ સાથે સિમ્પલ પિંક ડ્રેસમાં હોટ અંદાજમાં લાઇમ લાઇટમાં આવી

મુંબઇ તા. ૭ : નાની ઉમરમાં મજબુત ફેન-ફોલોઇંગ બનાવનાર ટી.વી. અભિનેત્રી અવનીત કૌરે ઇન્સ્ફાગ્રામમાં ફોટોઝ અને વીડીયો શેર કરી તમામ હદો વટાવી ફેન્સને દિવાના કર્યા છે.

ટીવી અને ફિલ્મ અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur)લાંબા સમયથી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને બોલ્ડ વીડિયો અને ફોટોઝને કારણે લોકપ્રિય છે. અવનીત કૌરે  (Avneet Kaur Video) લાંબા સમયથી કોઈ ટીવી શો, સિરિયલ, વેબ સિરીઝ કે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી પરંતુ તેમ છતાં તે શાનદાર જીવનશૈલી જીવી રહી છે, કેવી રીતે? આનો એક જ જવાબ છે, તે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવીને કમાણી કરી રહી છે. આ સ્થિતિમાં અવનીત કૌર (Avneet Kaur Instagram) માટે બોલ્ડ લુક એ ફેશન નથી પરંતુ લાઇમલાઇટ મેળવવાનો એક માર્ગ બની ગયો છે.

સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવવા માટે અવનીત કૌરે (Avneet Kaur)ફરી એકવાર કેમેરા સામે પોતાની સુંદરતા બતાવી છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં, અવનીત (Avneet Kaur New Video) પહેલીવાર વિખરાયેલા વાળ સાથે સિમ્પલ પિંક ડ્રેસમાં જોવા મળે છે. પછી અવનીત કૌરની શૈલી આંખના પલકારામાં બદલાઈ જાય છે. અવનીત કૌર (Avneet Kaur New Video)) ફરી વિડિયોમાં જોવા મળી રહી છે જે પર્પલ ટાઇટ ડીપ નેક ડ્રેસમાં પોતાના હુસ્નનો જલવો વિખેરી રહી છે.

અવનીત કૌર (Avneet Kaur Movies) ખૂબ જ નાની ઉંમરે સોશિયલ મીડિયા પર મજબૂત ફેન-ફોલોઈંગ બનાવ્યું છે. અવનીત કૌરના લેટેસ્ટ વીડિયો પર નેટીઝન્સે જબરદસ્ત કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- 'અમે તમને સાડીમાં જોતા હતા... કપડા નાના થતા ગયા.' બીજી તરફ અવનીતના ચાહકો તેમના વખાણના પુલ બાંધતા થાકતા નથી.

 

(5:20 pm IST)