Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આ વીકએન્‍ડ હશે રોમાંચઃ રોમાન્‍સ અને કોમેડીથી ભરપૂર

જુઓ આ ફિલ્‍મો-વેબ સિરીઝ

મુંબઇ, તા.૭: અઠવાડિયું શાળા, કોલેજ અને ઘરના થાક પછી દરેક લોકો પોતાનો વીકએન્‍ડ સુકુન અને મનોરંજનથી ભરપૂર ઈચ્‍છે છે. જો તમે પણ એ લોકોમાંથી એક છો જે પોતાના અઠવાડિયાના અંતમાં પોતાના ઘરમાં રહીને મનોરંજન કરવા ઈચ્‍છે છે તો રિપોર્ટમાં અમે લાવ્‍યા છીએ કંઈક એવી ફિલ્‍મ અને સીરીઝ, જેને તમે તમારી વોચલિસ્‍ટમાં શામેલ કરી શકો છો.

સિસીઝનલોકપ્રિય ભારતીય કોમેડી વેબ સિરીઝ બેકડની ત્રીજી સીઝન OTT પર રિલીઝ થઈ છે. તે ૨ મેના રોજ સ્‍ંદ્દ પર રિલીઝ કરવામાં આવી હતી. આ શ્રેણીના પ્રથમ બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્‍યા હતા. આ જ કારણ છે કે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરીઝનો પ્રથમ ભાગ ૨૦ મે, ૨૦૧૫ના રોજ રિલીઝ થયો હતો, જેણે માત્ર થોડા જ એપિસોડમાં જ ભારે લોકપ્રિયતા મેળવી હતી.

ઝુંડઃ અમિતાભ બચ્‍ચન અભિનીત ઝુંડ ફૂટબોલ કોચ વિજય બરસેના જીવન પર આધારિત છે. આ ફિલ્‍મમાં અમિતાભ બચ્‍ચન વિજયના રોલમાં જોવા મળ્‍યા છે. આ ફિલ્‍મનું નિર્દેશન મરાઠી ફિલ્‍મ ‘સૈરાટ' ફેમ નાગરાજ મંજુલેએ કર્યું છે. થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કર્યા પછી, આ ફિલ્‍મ ૬ મેના રોજ Zee5 પર રિલીઝ થઈ છે.

થારઃ રાજ સિંહ ચૌધરી દ્વારા લિખિત અને દિગ્‍દર્શિત થાર ફિલ્‍મમાં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર અને ફાતિમા સના શેખ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. તેમાં અનિલ કપૂર એક પોલિસની ભૂમિકામાં અને હર્ષવર્ધન સ્‍મગ્‍લરના રોલમાં છે. આ એક્‍શન થ્રિલર ફિલ્‍મ ૬ મેથી નેટફિલક્‍સ પર જોઈ શકાશે. આ ફિલ્‍મ અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂરે પ્રોડ્‍યુસ કરી છે.

પેટ પુરાણઃ વર્કિંગ કપલની માનસિકતા અને પ્રાથમિકતાઓ વચ્‍ચેના સંઘર્ષને દર્શાવતી શ્રેણી ‘પેટ પુરાણ'આ અઠવાડિયે તમારા માટે સંપૂર્ણ મનોરંજન પુરવાર થશે. શ્રેણીની વાર્તા એક એવા કપલ વિશે છે જેને કોઈ સંતાન નથી જોઈતું, પરંતુ તેનો પરિવાર માને છે કે તેણે પરિવારનો ઉછેર કરવો જોઈએ. આવી સ્‍થિતિમાં, તે તેના પરિવાર અને તેની ઇચ્‍છા કેવી રીતે પૂર્ણ કરે છે તે જાણવા માટે, તમે ૬ મેથી સોની લિવ પર આ સીરીઝ જોઈ શકો છો.

હોમ શાંતિઃ આ વાર્તા એક મધ્‍યમ વર્ગીય પરિવારની છે, જે ઘણા વર્ષો સુધી સરકારી મકાનમાં રહ્યા બાદ પોતાનું પહેલું ઘર બનાવી રહ્યા છે. સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા અભિનીત સીરીઝ ડિઝની હોટસ્‍ટાર પર ૬ મેથી ઉપલબ્‍ધ થશે.

સ્‍ટોરિઝ ઓન ધ નેક્‍સ્‍ટ પેજઃ બ્રિન્‍દા મિત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્‍મમાં ત્રણ વાર્તાઓ દર્શાવવામાં આવશે. તેમાં અભિષેક બેનર્જી, દિતિપ્રિયા રોય, નમિત દાસ, ભૂપેન્‍દ્ર જાદાવત, વિભા આનંદ, રેણુકા શહાણે, રાજેશ્વરી સચદેવ અને સૈયદ રઝા મુખ્‍ય ભૂમિકામાં છે. તે ૬ મેથી ડિઝની પ્‍લસ હોટસ્‍ટાર પર સ્‍ટ્રીમ થશે.

રાધે શ્‍યામઃ સાઉથના સુપરસ્‍ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડે અભિનીત આ ફિલ્‍મ હવે થિયેટર બાદ OTT પર રિલીઝ થઈ છે. આ ફિલ્‍મનું હિન્‍દી વર્ઝન નેટફિલક્‍સ પર ૪ મેથી સ્‍ટ્રીમ કરી શકાશે. રાધા કૃષ્‍ણ કુમાર દ્વારા નિર્દેશિત, આ ફિલ્‍મમાં ભાગ્‍યશ્રી, જગપતિ બાબુ, મુરલી શર્મા, સચિન ખેડેકર, જગપતિ બાબુ અને કૃષ્‍ણમ રાજુ પણ મુખ્‍ય ભૂમિકામાં છે.

(4:32 pm IST)