Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રિતીક-સૈફને સાથે જોવા ચાહકો ઉત્સુક

સૈફ અલી ખાને વધુ એક ફિલ્મનું બીજા શેડ્યુલનું કામ પુરૂ કર્યુ છે. રિતીક રોશન સાથે સૈફ વિક્રમ વેધા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રાધિકા આપ્ટે પણ મુખ્ય ભુમિકામાં છે. ૨૦૧૭માં આવેલી તામિલ ફિલ્મ 'વિક્રમ વેધા'ની આ હિન્દી રીમેક છે. આ રિમેકનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી કરી રહ્યા છે.   ફિલ્મની સ્ટોરી એક સખત પોલીસ ઓફિસરની છે જે ગેંગસ્ટરનો ખાતમો કરે છે. ફિલ્મના શેડ્યુલનું અબુધાબીમાં શુટીંગ થયું હતું. બીજા શેડ્યુલનું કામ તાજેતરમાં લખનોૈમાં પુરુ કરાયું છે. 'વિક્રમ વેધા'ને ૨૦૨૨ની ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ટી-સિરીઝના એમડી ભુષણ કુમારે કહ્યું હતું કે 'ફિલ્મનું શૂટિંગ જેમ-જેમ આગળ વધ્યુ છે તેમ તેમ અપેક્ષાઓ વધી છે. રિતીક અને સૈફને મોટા પરદા પર ચાહકો પહેલી વાર સાથે જોવા ઉત્સુક છે. નિર્માતા શિબાશિષ સરકારે કહ્યું હતું કે અમને એ વાતની ખુશી છે કે ફિલ્મનું શેડ્યુલ સમયસર અને સરકારના નિયમા પ્રમાણે આગળ વધી રહ્યું છે. દરેક શેડ્યુલ પુરા થવા એ ફિલ્મ માટે એક માઇલસ્ટોન છે. ફિલ્મ ખુબ સરસ રીતે બની રહી છે.

(4:24 pm IST)